Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૨
ગાથાર્થ - કોઈપણ વસ્તુ પ્રત્યે દોષ જોનારી દૃષ્ટિથી જો જોઈએ તો દ્વેષ (અણગમો) થવાથી નિંદા જ કરવાનું મન થશે. પરંતુ ગુણગ્રાહિણી દૃષ્ટિથી જો જોઈએ તો તે જ વસ્તુ પ્રત્યે રાગ (પ્રીતિ) થાય છે. આખું આ જગત ગુણ-દોષવાળા માદળીયાથી મઢેલું છે. બાકી સર્વથા ગુણી તો કેવલ એક વીતરાગ પ્રભુ જ છે.
જે આત્માઓ પોતાના ગુણોના આનંદની મસ્તીરૂપી સોનાના પંચોળાથી, નિંદક (હલકા) જીવોમાં પણ જે જે સુવાસ = કોઈકોઈ ગુણ વિષયક પરિમલ રહેલી છે. તેને જ ગ્રહણ કરે છે. અને તેથી પરના ઘણા ગુણો જ ગ્રહણ કરે છે. તેવા પુરુષો કોઈક જ હોય છે. ખરેખર આવા પુરુષો વિરલ છે. II ૭-૮ |
અઢાર પાપસ્થાનક
વિવેચન આ સંસારમાં સર્વે પણ વસ્તુઓ સારા-નરસા ભાવથી ભરેલી છે. સર્વે પણ આત્માઓ ગુણ-દોષથી ભરેલા છે. માત્ર આપણે જ્યારે તે તે વસ્તુઓને અને તે તે આત્માઓને દોષવાળી દૃષ્ટિથી જોઈએ છીએ ત્યારે તે તે વસ્તુ પ્રત્યે અને તે તે આત્મા પ્રત્યે અંતર્દોષ જન્મે છે અને તેથી આપણો આ જીવ તે તે પદાર્થની નિંદા કરવા માટે પ્રેરાય છે.
-
જેમકે વાલનું શાખ છે. તે ઘણું સ્વાદ આપનારું છે. જમણવારના પ્રસંગોમાં લાડુ આદિની સાથે ખાસ બનાવવામાં આવે છે અને લોકો હોંશે હોંશે તે ખાય છે. ત્યાં રાગભરી દૃષ્ટિ છે. અને જેને ભૂતકાળમાં તે ખાવાથી ગેસ-અપચો-અજીર્ણ થયું હોય છે. તેને તે શાખ જોતાં જ અણગમો પેદા થાય છે ત્યાં દ્વેષભરી દૃષ્ટિ છે.
Jain Education International
એવી જ રીતે આપણા જે જે મિત્રો છે. તે કોઈ અન્યના શત્રુ પણ હોઈ શકે છે. તેથી તે પુરુષો પ્રત્યે આપણી નજર ગુણભરી છે. અને અન્યની નજર તે પુરુષો પ્રત્યે દ્વેષભરેલી છે. જેથી આપણે તે મિત્રની પ્રશંસા કરીએ છીએ અને અન્ય લોકો (કે જેઓ તેઓના શત્રુ
For Private & Personal Use Only
www.jainelibrary.org