Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૦
અઢાર પાપસ્થાનક
માયા પાથરે છે. જુઠું બોલે છે અને લોકોને લલચાવી-લોભાવીને લુંટી લે છે. પાપનો ડર જરા પણ હોતો નથી. કઠણ કાળજાવાળા બનીને જગતને કેવળ છેતરે જ છે. તે જ !
જે કપટી બોલે જૂઠું, તસ લાગે પાપ અપૂઠું, પંડિતમાં હોય મુખ ભૂંઠું, હો લાલ,
માયા-મોસ નવી કીજિયે || ૫ | શબ્દાર્થ - કપટી - માયાવી માણસ, જુઠું - મિથ્યા, અસત્ય, અપૂર્વ - પીઠ ન છોડે તેવું ભૂંડું - ભોઠું-શરમીન્દુ I ૫ |
ગાથાર્થ - જે કપટી (માયાવી) હોય છે તે અવશ્ય જૂઠું જ બોલે છે. તેને એવું ચીકણું પાપ લાગે છે કે જે પાપ તેની પીઠ છોડતું જ નથી. અને આવા પાપથી તેનું મુખ પંડિતોની પર્ષદામાં ભોડું (શરમીન્દુ) બની જાય છે. [ પ »
વિવેચન - જે જીવ માયાવી હોય છે. કપટી હોય છે તે જીવ વારેવારે જૂઠું જ બોલે છે. જૂઠું બોલવું તે તો તેનું વ્યસન જ બની ગયું હોય છે. જેમ ખસના રોગવાળાને ખણજ ખણ્યા વિના ચેન પડતું નથી, પણજ ખણવી એ તો તેનો સ્વભાવ જ બની જાય છે. તેવી જ રીતે માયાવી માણસને જૂઠું બોલ્યા વિના ચેન પડતું નથી. જૂઠું બોલવું તે તો તેનો સહજ સ્વભાવ જ બની જાય છે. જાણી બુઝીને આવું જૂઠું બોલવાથી નિર્દય હૃદય હોવાના કારણે એવા પ્રકારનું ચીકણું કર્મ બંધાય છે કે જે બંધાયેલું તે પાપ તેની (બાંધનારાની) પીઠ છોડતું જ નથી. વળગેલું અને વળગેલું જ રહે છે. મધમાખીની જેમ અતિશય ચોંટી જાય છે.
આવાં મહા-ભયંકર પાપો કરવાથી પંડિતોની વચ્ચે તે જીવ ભોંઠો-શરમીન્દો બની જાય છે. સંતાડવા જેવા મુખવાળો બની જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org