Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય
ચાલી (ચાલ્યું) જ ગઈ (ગયું) હોય તેમ તેઓની ચતુરાઈ નીચે (પાતાલમાં) ચાલી જાય છે. ચતુરાઈ વિનાના આ પુરુષો કહેવાય છે. જ્ઞાનીની દૃષ્ટિએ આવા જીવો મૂર્ખ કહેવાય છે. ॥ ૩ ॥
બગલાં પરે પગલાં ભરતાં, થોડું બોલે જાણે મરતાં, જગ ધંધે ઘાલે ફિરતાં, હો લાલ,
માયા-મોસ-નવિ કીજિયે. ॥ ૪ ॥
શબ્દાર્થ પગલાં ભરતાં એક પગ પછી બીજો પગ
મુકતો જીવ, ડગલાં માંડતો જીવ, થોડું બોલે - બોલે ઘણું જ ઓછું, જગ - જગતને, ધંધે ઘાલે - પોતાની માયાજાળના ધંધામાં ફસાવે. ॥ ૪ ॥
-
ગાથાર્થ આ માયામૃષાવાદી જીવ બગલાની પેઠે ધીમે ધીમે પગલાં ભરે છે તથા મરણપથારીવાળાની જેમ થોડુંક જ બોલે છે. પણ આમ ફરતાં ફરતાં જગતના જીવોને પોતાની માયાજાળના ધંધામાં ઘાલે છે. એટલે કે ફસાવે છે. ॥ ૪ ॥
-
Jain Education International
૧૯૯
-
-
વિવેચન આ માયામૃષાવાદ પાપસ્થાનક સેવનારા જીવો કેવા કેવા પાપી હોય છે ? તે ઉપર સમજાવતાં કહે છે કે આવા પ્રકારનાં પાપકર્મ કરનારા જીવો બગલાની પેઠે પૃથ્વી ઉપર ધીમે ધીમે પગ માંડે છે. જાણે કે નાના જીવોની રક્ષા માટે કેવી જયણા પાળે છે ? કેવો દયાળુ પુરુષ આ છે. એવી છાપ જગતમાં ઉભી કરવા આવી માયા સેવે છે. તથા એટલું બધું ઓછું બોલે છે કે જાણે મૃત્યુની આસન્ન બનેલો પુરુષ જેવું બોલે છે તેવું આ બોલે છે. અતિશય ઓછું બોલે છે અને ધીમું બોલે છે.
આમ બહારથી ધર્મી દેખાતો એવો પણ આ જીવ ફરતાં ફરતાં સંસારના જીવોને પોતાની માયાજાળના ધંધામાં ફસાવે છે એવી
For Private & Personal Use Only
www.jainelibrary.org