Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય
જૂઠું બોલી ઉદર જે ભરવું, કપટીને વેશે ફરવું, તે જમવારે સ્યું કરવું, હો લાલ,
·
માયા -મોસ નવી કીજિયે, પંડે જાણે તો પણ દંભે, માયા-મોસને અધિક અચંભે, સમકિત દૃષ્ટિ મન થંભે, હો લાલ,
માયા-મોસ નવી કીજિયે. ॥ ૯-૧૦ ॥
૨૦૫
શબ્દાર્થ - ઉદર - પેટ, કપટીને - માયાવીપણાના, જમવારે
-
મૃત્યુ નજીક આવે ત્યારે, પંડે જાણે - પોતે જાતે જાણતો હોય, અચંભે - આશ્ચર્ય થાય તેમ, મન થંભે - મન અટકે છે. II૯-૧૦/
ગાથાર્થ - જૂઠું બોલી બોલીને જે પેટ ભરવું અને કપટી થઈને સાધુવેશમાં ફરવું, જો આવું જ કરીશું તો યમનો વારો (મૃત્યુ) નજીક આવશે ત્યારે શું કરીશું ? કંઈ જ ચાલવાનું નથી.
પોતે પોતાનું આચરણ તથા શાસ્ત્રાજ્ઞા જાણતો હોય છે. તો પણ દંભને કારણે અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવો માયામૃષાવાદનો દોષ સેવે છે. માત્ર સમ્યગ્દષ્ટિ આત્માનું જ મન આવા પાપોથી થંભે છે. II ૯-૧૦ ||
વિવેચન - “લોકો આ ઉત્તમ સાધુ છે” એમ સમજીને બધા જ પ્રકારની ભક્તિ કરતા હોય છે. માયામૃષાવાદી જીવ આવા સાચા સાધુ નથી. તો પણ જૂઠું બોલી બોલીને પોતાને સુસાધુ તરીકે જ ગાઈને લોકો વડે કરાયેલી ભક્તિનો ઉપયોગ કરે છે. એટલે કે જૂઠું જ બોલીને પેટ ભરે છે. એટલું જ નહીં પરંતુ લોકો વડે કરાયેલી ભક્તિ બહુમાન મળે તે માટે જ કપટી થઈને બહારથી સાધુપણાનો સુંદર વેશ રાખે, આમ કેવળ વેશ માત્ર રાખીને પાંચે ઈન્દ્રિયોના વિષયોને જે પોષે, ચારે કષાયોને સેવે, બહારથી જ દેખાવ માત્ર જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org