Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૨
અઢાર પાપસ્થાનક
પણ હોય છે. પરંતુ સામાન્યથી પુરુષની પ્રકૃતિ કઠોર વધારે હોય છે. અને સ્ત્રીની પ્રકૃતિ માયાવી વધારે હોય છે. પરંતુ આવા પ્રકારનું માયાવીપણું આચરવું તે નરક-નિગોદ જેવી દુર્ગતિમાં જવાની ચીટ્ટી આવી છે, નોટીસ આવી છે એમ જાણવું. દુર્ગતિગમનની નિશાની છે. તેથી હે જીવ ! આ સઘળું ત્યજવા જેવું છે. તે ૬ .
જે જૂઠો દિએ ઉપદેશ, જનરંજને ધરે વેશ, તેહનો જૂઠો સકલ ક્લેશ, હો લાલ,
માયા-મોસ નવી કીજિયે. || 9 || તેણે ત્રીજો મારગ ભાગો, વેષ નિંદે દંભે રાખ્યો, શુદ્ધ ભાષકે શમસુખ ચાખ્યો, હો લાલ,
માયા-મોસ નવી કીજિયે. | ૮ || શબ્દાર્થ - જનરંજને - લોકોને ખુશ કરવા માટે જ, ધરે વેશ - સાધુના વેશને ધારણ કરે, કલેશ • પ્રવૃત્તિ, દંભે રાખ્યો - માયાથી જ વેશ રાખ્યો હોય, શુદ્ધભાષક - પરમાત્માનાં વચનોની શુદ્ધ પ્રરૂપણા કરનારા, સમસુખ - સમતાસુખ. || ૭-૮ ||
ગાથાર્થ - આવા પ્રકારના માયામૃષાવાદ સેવનારા લોકો ખોટો ઉપદેશ આપે છે. લોકોને ખુશ કરવા માટે સાધુનો વેશ ધારણ કરે છે. તેઓની બધી જ પ્રવૃત્તિ જડી (માયામય) જ હોય છે. તેઓએ આ બીજો માર્ગ ચલાવ્યો છે. વેશની પણ નિંદા થાય તેવું જીવન જીવતા હોય છે. દંભ કરવા પુરતો જ વેશ રાખ્યો હોય છે. જે શુદ્ધ પ્રરૂપક છે તે જ સાચા સમતાના સુખને પામનારા હોય છે. I ૭-૮ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org