Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજ્ઝાય
તો ઘણો કપટી છે. આવાં આવાં વચનો જો કોઈ કહે, અર્થાત્ કોઈના પણ દોષોને કહેનારાં વચનો જો માણસ બોલે. તો તે વચનો નિંદક પુરુષનાં છે. એમ જાણીને તેની ઉપેક્ષા કરવી. આવી બાબતમાં દશવૈકાલિકસૂત્રની સાક્ષી જાણવી.
હલકા માણસોને પણ આપણે હલકા ચીતરવાની મનોવૃત્તિ રાખવી નહીં. તેમાં રહેલા દોષો તેને જ અપકાર કરનારા થવાના છે. હૃદયમાં રોષ રાખીને નાહક કર્મબંધ આપણે કરવો નહીં. માટે ભારે કિંમતી વસ્તુઓનું અને હલકી બીનકિંમતી વસ્તુઓનું રાગ-દ્વેષ રાખ્યા વિના યથાર્થ નિરૂપણ જો કરવામાં આવે તો તેમાં કંઈ નિંદા કરી ગણાતી નથી પણ અંતર્દોષ રાખીને કુશીલ, ક્રોધી, અહંકારી, દુષ્ટ કહીએ અને તે તે જીવની આપણે હલકાઈ ગાઈએ તો તે નિંદા કરી કહેવાય છે. નિંદક પુરુષનાં જ આવાં વચનો હોય છે એમ જાણવું. ॥ ૫-૬ ॥
સુંદર, દોષ નજરથી નિંદા હુએ, ગુણ નજરે હુએ રાગ હો. સુંદર, જગ સવિ ચાલે માદલ મઢ્યો, સર્વગુણી વીતરાગ હો. સુંદર. ॥ ૭ ॥ સુંદર, નિજ સુખ કનક કચોલડે, નિંદક પરિમલ લેઈ હો. સુંદર, જેહ ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કોઈ હો. સુંદર. ॥ ૮ ॥
૧૯૧
શબ્દાર્થ - દોષનજરથી - દોષવાળી દૃષ્ટિ રાખવાથી, ગુણ નજરે - ગુણોવાળી નજર કરવાથી, માદલ મઢ્યો - માદળીયાથી મઢેલું છે. સર્વગુણી - સર્વ પ્રકારે ગુણોવાળા, નિજસુખ - આત્માના સુખના આનંદરૂપ, કનક ચોલડે . સોનાના કંચોળાઓ વડે. નિંદકપરિમલ - નિંદક આત્મામાં પણ જે જે ગુણોની સુવાસ છે, પરગુણગ્રહે અન્યના ગુણોને ગ્રહણ કરે છે. II ૭-૮ II
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org