Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૪
અઢાર પાપસ્થાનક
સ્વભાવવાળો બને છે. કારણ કે હૃદયમાં અન્યની નિંદા કરવાનો સ્વભાવ પ્રવર્તતો હોવાથી જરાક પણ જ્યાં જ્યાં બોલવાની તક મળે છે. ત્યાં તુરત જ બોલવાનું શરૂ કરી દે છે. અને હૃદયની અંદર જોર કરતા નિંદા કરવાના પરિણામને લીધે, ન જોઈતા વધારે પડતા શબ્દો બોલાઈ જાય છે. વારંવાર એકની એક વાત દોહરાવવાનું અને લંબાવવાનું મન થાય છે. એટલે વધારે બીનજરૂરી બોલનારો થઈ જાય છે. તેના કારણે તેને શાસ્ત્રમાં ચોથો ચંડાલ કહ્યો છે. ચંડાલ જેમ હલકાં જ કામ કરવાને ટેવાયેલા હોય છે. તેમ આ પણ હલકું જ કામ કરે છે. તેથી તેને ચંડાલની ઉપમા આપવામાં આવી છે અને તે બરાબર ઘટે છે.
નીતિશાસ્ત્રોમાં તથા સુભાષિતોમાં અમુક પ્રકારના માણસોને ચંડાલ તરીકે વર્ણવ્યા છે. જેમકે કોઈ ચંડાલના કુલમાં જન્મ્યા એટલે જન્મચંડાલ, કોઈ ચંડાલના જેવાં કામો કરે એટલે કર્મચંડાલ એમ ચાર પ્રકારના ચંડાલ છે. તે ચાર પ્રકારમાંનો આ ચોથા પ્રકારના ચંડાલ છે એમ જાણવું. (શાસ્ત્ર પ્રમાણે ચાર પ્રકારના ચંડાલો જાણવા મહેનત કરી છે. પણ મેળવી શકાયું નથી.)
નિંદા જ કરવાનો જેનો ઢાળ (સ્વભાવ) છે. અને જ્યાં ત્યાં જેની તેની આગળ જેની તેની બાબતની નિંદા જ કરે છે. તેવા જીવના પરિણામ સારા ન હોવાથી તેની કરેલી તપશ્ચર્યા તથા ધર્મક્રિયા વિગેરે સઘળું ય ફોગટ (નિરર્થક) સમજવું. જો કે તપ અને ધર્મક્રિયા એ શુભ આચરણ હોવાથી પુણ્યબંધ તો જરૂર કરાવનાર છે. અને તેનાથી દેવભવ આદિ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો પણ જેનાથી મુક્તિ મળવાની હતી તેનાથી દેવભવ જ મળે અને તે પણ ઘણો તુચ્છહલકો ભવ મળે. આખો ભવ જ પાપો કરી કરીને જ સમાપ્ત થઈ જાય આવું તુચ્છ ફળ મળે છે. તે માટે નિષ્ફળ જ ગયું કહેવાય. જે માણસ પાસેથી એક લાખ રૂપિયા મળે તેવા હોય ત્યાંથી આપણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org