Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૬
અઢાર પાપસ્થાનક
સુંદર, નિંદકનો જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિંદ હો, સુંદર, નામધરી જે નિંદા કરે, તેહ મહા મતિમંદ હો.
સુંદર. | ૪ | શબ્દાર્થ - અજીરણ - ન પચવાપણુ, અહંકાર - અભિમાન, પરનિદા - બીજાની નિંદા કરવી તે, વમન - ઉલટી થવી, મહામતિમંદ - અતિશય બુદ્ધિ વિનાનો જીવ. II ૩-૪ II
ગાથાર્થ - તપનું અજિરણ ક્રોધ, જ્ઞાનનું અજિરણ અભિમાન, ધર્મક્રિયાનું અભિમાન પરની નિંદા, આહારનું અજિરણ વમન જાણવું. નિંદક માણસનો નિંદા કરવાનો સ્વભાવ જ છે. એમ સમજીને ઉત્તમ પુરુષે તેનાં વચનોને નિંદવાં નહી. તેમાં પણ જે પુરુષ નામ આપીને નિંદા કરે છે. તે તો અતિશય બુદ્ધિહીન પુરુષ જાણવો. I ૩-૪ II
| વિવેચન - તપશ્ચર્યા, સમ્યજ્ઞાન, અને ધર્માનુષ્ઠાનો આ ત્રણે આત્માના ગુણો છે. અને આ ગુણોનું જેમ જેમ વધારે સેવન કરવામાં આવે છે. તેમ તેમ પૂર્વબદ્ધ કર્મોની વધારેમાં વધારે નિર્જરા થાય છે. દોષો જેમ બંધનું કારણ છે. તેમ ગુણો એ કર્મક્ષયનું કારણ છે. આવા ગુણોના જ વારંવાર આસેવનથી જીવ કર્મોનો ક્ષય કરતો કરતો ગુણસ્થાનકોની શ્રેણી ઉપર ચઢે છે. દોષ બંધહેતુ છે. અને ગુણ સદાને માટે કર્મક્ષયનો હેતુ છે.
પરંતુ જ્યારે મેળવેલા આ ગુણોને જીવ પચાવી ન શકે અને તેમાં પણ મોહનો ઉદય ભળવાથી “હું કંઈક છું. મેં તો કેટલો બધો ધર્મ કર્યો.” આવું મનમાં ગુણોનું અભિમાન જ્યારે આવે છે. ત્યારે તે ગુણોનું અતિરણ થયું કહેવાય છે. સામાન્યથી અતિરણ શબ્દ જગતની અંદર આહારની બાબતમાં પ્રસિદ્ધ છે. તેથી જ ચોથી પંક્તિમાં આહાર” નું ઉદાહરણ (ઉપમા) આપીને બાકીની ત્રણ પંક્તિમાં ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org