Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજ્ઝાય
ઉપમેય સમજાવ્યાં છે. આહાર એ શરીરની વૃદ્ધિ અને પુષ્ટિનું કારણ છે. છતાં જ્યારે વધારે પડતો આહાર લેવામાં આવે છે. ત્યારે “અપચો” થવાથી વમન (ઉલટી) થાય છે. ક્યારેક ક્યારેક ઉલટી અને ઝાડા બન્ને પણ થાય છે. આ જગપ્રસિદ્ધ વાત છે. તેવી જ રીતે તપસ્વી આત્મા તપ કરતાં કરતાં જ્યારે તેનો અપચો થાય છે. ત્યારે બીજા ઉપર ઘણો ક્રોધ કરે છે. અવિવેકભર્યું બોલે છે, શ્રાપ આપે છે નિયાણું કરે છે. અને આવેશમાં આવીને કંઈનું કંઈ પણ કરે છે.
એવી જ રીતે જ્ઞાનનું અજિરણ અહંકાર છે. જ્ઞાન ભણતાં ભણતાં ભણનારા આત્માને જ્યારે જ્ઞાનનો અપચો થાય છે ત્યારે મનમાં એમ માને છે કે મારા જેવો આ જગતમાં કોઈ જ્ઞાની નથી. હું જ સર્વશ્રેષ્ઠ છું અને તેથી બીજાને દબાવતો જ ફરે છે. પોતાની પ્રશંસા જ કરતો ફરે છે.
૧૮૭
તથા ક્રિયાનું અજિરણ પરનિંદા છે. ધર્મક્રિયા કરનારો જીવ જ્યારે ક્રિયાના અપચાવાળો થાય છે. ત્યારે હું કેટલો બધો ધર્મી છું, આ કરું છું, તે કરું છું એમ મનમાં માનતો, જે જે જીવો આવી ધર્મક્રિયા કરતા નથી, તેની દુનિયાના જીવો સામે વારંવાર નિંદા કરે છે. તે ક્રિયાકારક જીવને બીજા બધા જીવો હલકા જ દેખાય છે. પોતાની પ્રશંસા અને પરની નિંદા કરવી આ જ તેનો સ્વભાવ બની જાય છે. માટે હે આત્મા ! તું આવા અજિરણમાંથી બચી જા.
આ સંસારમાં નિંદક માણસને ગમે તેટલો સમજાવીશું તો પણ “નિંદા કરવાનો સ્વભાવ' છોડશે જ નહીં. કારણ કે તે તેનો સહજ સ્વભાવ બની જાય છે. તેથી ઉત્તમ આત્માઓએ તે નિંદકના બોલ તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. તેની ઉપેક્ષા કરવી જોઈએ. તેના બોલાયેલાં વચનોને મગજમાં રાખીને, ક્રોધાદિના આવેશમાં આવીને, સજ્જન પુરુષે તેની નિંદા ન કરવી. જેમ સાપ વાંકો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org