Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૨
પરણે છે. (તેવી જ રીતે કોઈ સ્ત્રી કોઈ પુરુષને જ્યારે પરણવા માટે સ્વીકારે છે) ત્યારે મારાપણાની બુદ્ધિ હોવાથી તે બન્નેને પોતપોતાની તે તે વ્યક્તિ રતિનું પાત્ર બને છે. પરંતુ કાલાન્તરે જ્યારે કલેશ થાય છે, અણબનાવ થાય છે અથવા એવાં કોઈ કારણો ઉપસ્થિત થાય છે ત્યારે તે બન્નેને પોતપોતાની તે જ વ્યક્તિ અતિનું પાત્ર બની જાય છે. તેથી શરીરની ચામડીનું રૂપ જેમ બદલાતું નથી તેમ રિતઅતિ પર્યાય જો શરીરનો કે શરીરવાળી વ્યક્તિનો પોતાનો હોત તો બદલાવો જોઈએ નહીં. પણ બદલાય જ છે. માટે રિત-અરિત પર્યાય એ વસ્તુના ધર્મો નથી. વાસ્તવિક પર્યાય નથી. મોહાન્ધતાથી થયેલા પર્યાયો છે. ઝાંઝવાના જળ જેવા મોહજન્ય કલ્પિત પર્યાય માત્ર છે. માટે તેને સાચા માનવા જોઈએ નહીં અને તેમાં અંજાવું જોઈએ નહીં.
અઢાર પાપસ્થાનક
જે મહાત્મા પુરુષો આવી મોહદશામાં ફસાતા નથી. રિતઅતિને ગણકારતા નથી. તે મહાત્માઓને અનુકૂળતા-પ્રતિકુળતા, સુખદુઃખ, કંચન-પાષાણ, વિષ-અમૃત, બધું જ સમાન લાગે છે. ક્યાંય પ્રીતિ-અપ્રીતિ કરતા નથી. શારીરિક પ્રયોજન પુરતો જ તેનો ઉપયોગ કરે છે. પણ રતિ-અતિભાવ પામતા નથી. તેઓને ઝુંપડામાં ઉતારો મળે કે સ્કુલની પરસાલમાં ઉતારો મળે કે બંગલામાં ઉતારો મળે, સર્વત્ર સમદશા જ હોય છે. આવા મહાત્માઓની જ યશસંપત્તિ જગતમાં વધે છે તથા તેઓનો જ મહિમા (પ્રભાવ) વધે છે. આવા યોગીઓનું જ તેજ દીપે છે. ધન્ય હો તે મહાત્માઓને. તેઓને લાખો લાખો નમસ્કાર.
અહીં તે પામે જસ સંપદાજી” પદમાં જસ શબ્દ લખીને ગ્રંથકારશ્રીએ ગર્તિતપણે પોતાનું કર્તા તરીકેનું નામ સૂચવ્યું છે. IIII આ પ્રમાણે “રતિ-અતિ” નામના પન્નરમા પાપસ્થાનકના વર્ણનવાળી પત્તરમી ઢાળનું વિવેચન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org