Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૦
અઢાર પાપસ્થાનક
જે જે પુગલમાં જેવા છે. તે તે પુદ્ગલમાં તેવા સર્વેને જણાય છે. તેમ પ્રીતિ-અપ્રીતિ ધર્મો જ પુદગલના પોતાના હોત તો તે જોઈને દરેકને સરખી પ્રીતિ-અપ્રીતિ થવી જોઈએ. પરંતુ તે તે પુદ્ગલથી સર્વેને સરખી પ્રીતિ-અપ્રીતિ થતી નથી. જેમ વધારે મરચાવાળું શાક કે દાળ એકને ઘણું ગમે (ભાવ) તેવું બીજાને ન ગમે (ન ભાવે) હવે જો ગમવા - ન ગમવાનો ધર્મ મરચાનો જ હોત કે મરચાવાળા શાક-દાળનો જ હોત તો ખાનારી બને વ્યક્તિને તે ધર્મ સરખો જણાવો જોઈએ. માટે “લાલ વર્ણ” કે “તીખાશ” એ જેમ મરચાનો (એટલે કે વસ્તુનો) ધર્મ છે તેમ રતિ-અરતિ પર્યાય (ગમવા-ન ગમવાનો ધર્મ) વસ્તુનો પોતાનો નથી.
તથા વળી એક વસ્તુ એક કાળે જે ગમતી હોય છે તે જ વસ્તુ અન્ય કાળે અણગમતી પણ થાય છે. જેમ કપડાં નવાં બજારમાંથી લાવ્યાં હોય ત્યારે ઘણાં ગમતાં જ લાવ્યાં હોય છે એટલે ગમે પણ છે. પણ ઘણો ટાઈમ પહેર્યા પછી “અણગમતા” પણ થાય છે. કપડામાં રહેલો કલર જેમ બદલાતો નથી તેમ ગમવા-ન ગમવાનો પર્યાય પણ જો કપડાનો જ હોત તો બદવાલો જોઈએ નહીં. પણ કાલાન્તરે બદલાય છે. તેથી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેવા પુદ્ગલના પોતાના ધર્મો છે. તેવા રતિ-અરતિ એ પુદ્ગલના પોતાના ધર્મો નથી. આપણા મનથી કલ્પેલા મોહજન્ય પર્યાયો છે. માટે તે રતિ-અરતિના પર્યાયો સાચા નથી. મોહમાત્રથી કલ્પેલા છે. તેને સાચા માની રાચવું માચવું તે ઉચિત નથી.
આ વિષય ઉપર ગ્રંથકાર એક સુંદર ઉદાહરણ આપે છે કે - વેચવા માટે લાવેલો કોઈપણ માલ એટલો બધો વેપારીને ગમતો હોય છે તો જ ખરીદી લાવે છે. લાવીને દુકાનમાં ગોઠવે છે. તેની સારસંભાળ કરે છે. સાફ-સુફી કરે છે. તેના રૂપ-રંગ જોઈને રાજી-રાજી થાય છે. પરંતુ જ્યારે કોઈ ગ્રાહકને તે માલ વેચી દીધો, નાણાં ઘરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org