Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
રિત-અરિત નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય
પુત્ર-પુત્રી આદિ પરિવાર પણ પુરુષના અંગજ (શરીરથી જન્મેલાં) છે. અને જુ, લીખ, ચરમ કે કીડા આદિ ક્ષેત્ર જીવાત પણ અંગજ (શરીરથી જ જન્મેલી) છે. છતાં પુત્ર-પુત્રી જેટલાં વહાલાં છે તેવાં જુ, લીખ, ચરમ કે કીડા વહાલા નથી. જો શરીરજન્ય હોવાથી તિ-અરિત થતી હોય તો તો બન્ને ઉપર ચિંત-અરિત થવી જોઈએ. પણ મનથી એકને મારાં” માન્યાં છે તેવી રીતે બીજી જીવાતને “મારી” માની નથી. માટે આ રિત-અરિત સામેની વસ્તુથી જન્ય નથી. મનની કલ્પના માત્રથી જ થાય છે. જેટલી મારા-તારાપણાની કલ્પના વધારે, તેટલી રિત-અરિત વધારે, અને જેટલી મારાતારાપણાની કલ્પના ઓછી, તેટલી રિત-અરિત ઓછી આમ વસ્તુસ્થિતિ છે. || ૫ |
મનકલ્પિત રતિ-અતિ છેજી, નહી સત્ય પર્યાય । નહી તો વેચી વસ્તુમાંજી, કિંમતે સવિ મીટી જાય. સુગુણનર. ॥ ૬ ॥
૧૭૯
શબ્દાર્થ - મનકલ્પિત મનથી જ માની લીધેલાં, રતિઅરતિ - પ્રીતિ અને અપ્રીતિ, સત્યપર્યાય - સાચો પર્યાય, નહી નથી, વેચી વસ્તુમાં - વેચી નાખેલી વસ્તુમાં, મીટી જાય - મટી જાય, ચાલ્યો જાય. || ૬ ||
ગાથાર્થ - રતિ અને અરતિ એ મનની કલ્પનામાત્રથી થાય છે. તે સાચા પર્યાય નથી. જો એમ ન હોત તો વેચેલી વસ્તુમાં પ્રીતિ આદિ સર્વે કેમ ચાલ્યા જાય છે ? || ૬ ||
વિવેચન - મરચું બધાંને લાલ જ દેખાય છે. તીખું જ લાગે છે. મીઠું બધાંને ખારું જ લાગે છે. સાકર દરેકને ગળી જ લાગે છે. સોનુ બધાંને પીળું જ દેખાય છે. આમ, વર્ણ-ગંધ-૨સ અને સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org