Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
રતિ-અરતિ નામના પંદરમા પાપસ્થાનકની સઝાય
૧૭૭
રહેલી વસ્તુથી રતિ-અરતિ થાય છે એમ માને છે. પરંતુ ખરેખર તે તેનું અજ્ઞાન છે. ભ્રમ છે. સામે રહેલી વસ્તુથી રતિ-અરતિ થતી નથી પણ મનની મોહજન્ય કલ્પનાથી જ રતિ અરતિ થાય છે. તે આ પ્રમાણે -
(૧) બજારમાંથી બે સોનાના હારને બે વ્યક્તિએ ખરીદ્યા. સરખું સોનું અને સરખો ઘાટ છે. છતાં જેણે જે હાર ખરીદ્યો છે તેને પોતાને તે હાર ઉપર જેવી પ્રીતિ છે. તેવી પ્રીતિ તે હાર ઉપર બીજાને હોતી નથી અને બીજાને પોતાના ખરીદેલા હાર ઉપર જેવી પ્રીતિ હોય છે તેવી પ્રીતિ તેને પ્રથમ વ્યક્તિના ખરીદેલા હાર ઉપર હોતી નથી. હવે “હાર” નામની વસ્તુથી જ જો રતિ-અરતિ થતી હોય તો પ્રથમ હારથી પણ બન્નેને પ્રીતિ થવી જોઈએ. અને બીજા હારથી પણ બન્નેને સરખી પ્રીતિ થવી જોઈએ. જેમ અગ્નિને પ્રથમ વ્યક્તિ સ્પર્શે તો ય બાળે, અને બીજી વ્યક્તિ સ્પર્શે તો ય બાળે. એટલે બાળવું એ જેવો અગ્નિનો પોતાનો સહજ ધર્મ છે. તેથી જ અગ્નિ બન્નેને સરખા જ બાળે છે. પરંતુ તેની જેમ ગમવું કે ન ગમવું તે હારનો પોતાનો ધર્મ નથી. જો હારનો ધર્મ હોત તો પ્રથમ હાર જોતાં પણ બન્નેને પ્રીતિ જ થવી જોઈએ. એવી જ રીતે બીજો હાર જોતાં પણ બન્નેને પ્રીતિ જ થવી જોઈએ. પણ આમ થતું નથી. જેણે મનથી જે હારને પોતાનો માન્યો છે. તે વ્યક્તિને તે હાર ઉપર પ્રીતિ થાય છે. અને જે હારને પોતાનો નથી માન્યો તેને જોઈને તેવી પ્રીતિ તેને (પ્રસન્નતા) થતી નથી. તેથી અગ્નિજન્ય દાહની જેમ રતિ-અરતિ એ વસ્તુથી થનાર ધર્મ નથી. પરંતુ આ પ્રીતિ-અપ્રીતિ મનમાત્રથી જન્ય છે.
(૨) પોતાનું મકાન અને મિત્રનું કે પાડોશીનું મકાન સાથે રહીને બાંધ્યું હોય, સરખી ડીઝાઈનથી બાંધ્યું હોય તો પણ પોતાનું મકાન જોઈને જેવી પ્રીતિ થાય છે તેવી પ્રીતિ સરખી ડીઝાઈનવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org