Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજઝાય
૧૮૩
હવે “પર-૫રિવાદ” નામના સોળમા પાપસ્થાનકની સઝાય સુંદર, પાપસ્થાનક તજો સોલયું, પરનિંદા અસરાલ હો. સુંદર, નિંદક જે મુખરી હુવે, તે ચોથો ચંડાલ હો,
સુંદર. / ૧ // સુંદર, જેહને નિંદાનો ઢાળ છે, તપ કિરિયા તસ ફોક હો, સુંદર, દેવ કિલ્બિષ તે ઉપજે, એહ ફલ રોકારક હો,
સુંદર. || ૨ | શબ્દાર્થ - અસરાલ - ભયંકર, નિંદક - નિંદા કરનાર પુરુષ, મુખારી - વાચાળ, ઢાળ - સ્વભાવ, ફોક - નિરર્થક, નિષ્ફળ, રોકારોક - રોકડે રોકડું, હાજર ફળ, તુરત ફળપ્રાપ્તિ. II ૧-૨ ||
ગાથાર્થ - “બીજાની નિંદા કરવી” આ સોળમું પાપસ્થાનક છે. જે અત્યન્ત ભયંકર છે. તેનો ત્યાગ કરો. જે અતિશય વાચાલપણે નિંદક થાય છે. તેને ચોથો ચંડાલ સમજવો.
જે જે આત્મામાં નિંદાનો સ્વભાવ હોય છે. તેનું તપ અને ધર્મક્રિયા નિષ્ફળ સમજવાં. આવો જીવ મૃત્યુ પામીને કિબિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. આવા પ્રકારના તુચ્છ દેવભવની પ્રાપ્તિ થવી, તે પરપરિવાદનું રોકડેરોકડુ (સુરત) ફળ જાણવું. / ૧-૨ /
વિવેચન - “પર” એટલે બીજાની અને “પરિવાદ” એટલે નિંદા કરવી અર્થાત્ પારકાની નિંદા કરવી આ સોળમું પાપસ્થાનક છે. જે અતિશય ભયંકર છે. બહુ જ દુઃખદાયી છે. તેથી તેને દૂરથી જ ત્યજવા જેવું છે.
જે જીવ નિંદક હોય છે. તે ઘણું કરીને વાચાલ પણ બને છે. એટલે કે આવો માણસ જ્યાં ત્યાં વધારે પડતું બોલવાના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org