Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૪
અઢાર પાપસ્થાનક
લઈને ચાસ્ત્રિ પાળ્યું હોય છે. પરંતુ ઢેબરૂપી ધૂમાડાના દોષને લીધે ઘણા પ્રબળ વિકારો (આવશો) થાય છે. (જેથી ચાત્રિધન ચાલ્યું જાય છે.) ૨-૩ |
વિવેચન - ઘણી ઘણી પુણ્યાઈ એકઠી થાય છે ત્યારે જ પંચેન્દ્રિયપણું, મનુષ્યભવ, જૈનકુલ, સર્વાંગસુંદરતા, નિરોગી દેહ, અને જૈનશાસનની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ વડીલોની સાથેના સહવાસથી અને સુસંસ્કારોથી અને પોતાની ઉપાદાનતા પાકવાથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. આ રીતે આ જીવે સમ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને ઉત્તમ ચારિત્રધર્મ અને અનુષ્ઠાનમય ક્રિયાધર્મ એવો પ્રાપ્ત કર્યો હોય છે કે આ બન્ને ગુણોની એકમેકતા આ જીવમાં એવી વ્યાપી ગઈ હોય છે કે જાણે એક સુંદર રંગબેરંગી ગુણોથી ભરેલી “ચિત્રશાલા” જ હોય શું? તેમ ચરણ અને કરણના ગુણોની સુંદર ચિત્રશાળા આ જીવમાં આલેખાઈ જાય છે.
સુંદર આત્મપરિણામ, સુંદર નિર્દોષ ચારિત્ર, ઉત્તમોત્તમ ધર્મ અનુષ્ઠાન, ત્યાગ, તપ, સમ્યજ્ઞાન અને વૈરાગ્યાદિ અનેક ગુણોરૂપી રંગોથી રંગાયેલી આ ચિત્રશાળામાં જ્યારે પરદ્રવ્ય પ્રત્યેનો અંતર્લેષ પેદા થાય છે. ત્યારે તે દ્વેષાત્મક દોષને લીધે કલેશ-કડવાશ-વેરઝેરમિથ્યાકલંક ઈત્યાદિ અનેક પ્રકારની કાળાશને જ આપતો આ દ્વેષરૂપી ધૂમાડો છે. તે જ્યારે ત્યાં લાગે છે ત્યારે ગુણોની બનેલી આ ચિત્રશાળા કાળી કાળી (શોભા વિનાની) બની જાય છે. આવી સુંદર ચિત્રશાળા બનાવતાં વર્ષો લાગે છે. પણ તેને કાળી કરતાં ક્ષણમાત્ર જ કાલ થાય છે. તેથી હે જીવ! તું અંતર્લેષ રૂપી ધૂમાડો લગાડીને મેળવેલા ગુણોની ચિત્રશાળાને કાળી ન કર.
તેવી જ રીતે શુદ્ધ ચારિત્ર પાળવાના આશયથી આહારની વિધિમાં બેંતાલીસમાંના કોઈ દોષ લાગી ન જાય, તેની સતત જાગૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org