Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૦
ગુસ્સામાં આવી જવું, આવેશવાળા બનવું તે કોહણશીલ અર્થાત્ ક્રોધી, બીજાને ઉતારી પાડવા, અપશબ્દો બોલવા, ગાળો ભાંડવી તે ભંડણશીલ અર્થાત્ ભંડક, અને હિતશિક્ષા સમજાવનારાની સામે કુતર્કો કરવા, ખોટી દલીલો કરવી, ક્રોસ કરવો તે વિવાદનશીલ. આ પ્રમાણે (૧) કજીયાખોર, (૨) ક્રોધી, (૩) ભંડક, અને (૪) વિવાદકર્તા આ ચારે પ્રકારના જીવોનાં ચિત્ત સદાકાળ સંતાપવાળાં જ હોય છે. આ વાત અનુભવસિદ્ધ છે. મન ઉંચું, ચિંતાતુર, વેર લેવાની જ બુદ્ધિ, સામો પ્રતિકાર કરવામાં જ મનની લીનતા, આકુળ-વ્યાકુળતા, ઉંઘ ન આવવી, વિચારે ચડી જવું, ખાન-પાનમાં અને ધંધા-વ્યવસાયમાં ભાન ગુમાવી બેસવું, ઘરના પાત્રોની સાથે કે તેમની સાથેના વાર્તાલાપમાં રસ ન રહેવો, સદા તપેલા માનસપણું ઈત્યાદિ અનેક દોષોથી વ્યાપ્ત એવા જીવોનું ચિત્ત સદા સંતાપવાળું બની જાય છે.
અઢાર પાપસ્થાનક
કદાચ કોઈ આત્માએ સંયમ લીધો હોય, સારો સંયમ પાળતો હોય, ધર્મક્રિયા સારી કરતો હોય, પરંતુ હંમેશાં ઉપરોક્ત સ્વભાવવાળા ચિત્તને લીધે સંયમમાં મન ન પરોવાતાં અને કલેશ, કડવાશ તથા વેરઝેરમાં જ મન અટવાઈ જતાં પાળેલો સંયમ પણ નિરર્થક બની જાય છે. સંયમપાલન દ્વારા કરેલી કર્મનિર્જરા પાછળથી કરેલા કષાયો વડે ધોવાઈ જાય છે. તેથી હે જીવ! તું મનને આવા કલહના સ્વભાવવાળું ન રાખ, કલહ અતિશય દુઃખદાયી છે. (અહીં ‘“વિવાદન” શબ્દ જાણવો. વિવાદન એટલે સામા કુતર્ક કરવા.) | ૫ ||
કલહ કરીને ખમાવે જેહ, લઘુ ગુરુ આરાધક હોય તેહ. સાજન સાંભળો.
કલહ સમાવે તે ધન્ન ધન્ન, ઉપશમ સાર કહ્યું સામન્ન. સાજન સાંભળો. ॥ ૬ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org