Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૦
અઢાર પાપસ્થાનક
થયેલો આ પુરુષ સજજન પુરુષોના ઉત્તમ કુલમાં તિલકની જેમ વધારને વધારે યશસ્વી બને છે.
સૂરજ સામે ઉડાડેલો કાદવ જેમ પોતાના જ મુખ ઉપર પડે છે. તેમ સજ્જનોના ગુણો તરફ ઉડાડેલો ખોટો કાદવ પોતાના જ મુખને મેલું કરે છે. સજ્જનોના ગુણો તો વધારે ઉજળા જ બને છે.
આ ગાથામાં “સુજસ સવાઈ” આ પદમાં “સુજસ” શબ્દ વાપરીને ગ્રંથકારશ્રીએ કર્તા તરીકે પોતાનું નામ ગર્ભિત રીતે પ્રકાશિત કર્યું છે. . પ . આ રીતે “પશુન્ય” નામના ચૌદમા પાપસ્થાનકના વર્ણનવાળી
આ ચૌદમી ઢાળનું વિવેચન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org