Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તિ-અરિત નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય
“રતિ-અરતિ” નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય
જિહાં રતિ કોઈક કારણેજી, અરતિ તિહાં પણ હોય, પાપસ્થાનક તે પનરમુજી, તિણે એ એક જ જોય, સુગુણ નર, સમજો ચિત્તમઝાર. ॥ ૧ ॥
શબ્દાર્થ - રતિ પ્રીતિ, અરતિ અપ્રીતિ, તિણે તે કારણથી || ૧ ||
૧૭૧
-
Jain Education International
ગાથાર્થ જ્યાં રતિ (પ્રીતિ) થાય છે ત્યાં કોઈને કોઈ કારણે અપ્રીતિ પણ અવશ્ય થાય જ છે. તે કારણથી “રતિ-અરતિ’ આ બન્નેનું સાથે પનરનું એક જ પાપસ્થાનક છે. || ૧ ||
વિવેચન - હવે “રતિ-અતિ” નામના પન્નરમા પાપસ્થાનકની વાત સમજાવે છે. તિ એટલે પ્રીતિ અને અરતિ એટલે અપ્રીતિ, આમ રિત-અરિત નામનું બન્નેનું એકીસાથે એક પાપસ્થાનક કહ્યું છે. કારણ કે જ્યાં રતિ હોય છે ત્યાં અતિ પણ અવશ્ય સાથે જ હોય છે. જેમકે કોઈ કોઈને ફાઈવ સ્ટાર હોટલમાં જ ઉતરવાનું ગમતું હોય છે. તેને તે જ કાલે બીજી સાદી હોટલમાં ઉતરવાની અપ્રીતિ પણ સાથે જ હોય છે. જેને સટ્ટાના વ્યવસાયની પ્રીતિ હોય છે તેને વધારે મહેનત-મજુરીવાળા ધંધાની અપ્રીતિ પણ સાથે જ હોય છે. જેને એક વ્યક્તિ ઉપર પ્રીતિ થઈ હોય છે. તેને તેના બદલે બીજી વ્યક્તિ બતાવવામાં આવે, તો તેને તે બીજી વ્યક્તિ ગમતી નથી. અર્થાત્ ત્યાં અપ્રીતિ પણ અવશ્ય હોય જ છે. આમ એકકાલે જુદી જુદી વસ્તુના વિષયવાળી પ્રીતિ-અપ્રીતિ સાથે જ હોય છે.
-
For Private & Personal Use Only
-
અથવા જે વસ્તુ ઉપર આજે પ્રીતિ હોય છે તે જ વસ્તુ ઉપર કાળાન્તરે કોઈને કોઈ કારણે અપ્રીતિ પણ થઈ શકે છે. જેમકે પતિપત્ની જ્યારે લગ્ન કરે છે ત્યારે પ્રીતિ હોય છે. છતાં કાલાન્તરે કોઈ
www.jainelibrary.org