Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
રતિ-અતિ નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય
ચિત્ત અરતિ-રતિ પાંખથ્થું જી, ઉડે પંખી રે નિત્ત, પિંજર શુદ્ધ સમાધિમેંજી, રૂંધ્યો રહે તે મિત્ત.
શબ્દાર્થ - પાંખસ્સું - પાંખો દ્વારા, પંખી - પક્ષી, નિત્ત - હંમેશાં, પિંજર - પાંજરામાં, શુદ્ધ સમાધિમઁ - શુદ્ધ સમાધિ સ્વરૂપ, રૂંધ્યો - રોક્યો છતો, રહે તે મિત્ત - જાણે મિત્ર હોય તેમ રહે છે.
|| ૨ ||
૧૭૩
સુગુણ નર. ॥ ૨ ॥
-
ગાથાર્થ આપણા આત્મામાં રહેલું “મન” રૂપી પક્ષી, રતિ-અરતિ રૂપી બે પાંખો વડે સદાકાળ ઉડતું જ હોય છે. તેને જો શુદ્ધ સમાધિરૂપી પાંજરામાં પુરવામાં આવે તો મિત્રની જેમ (વશમાં) રહે છે. ॥ ૨ ॥
Jain Education International
વિવેચન - અહીં મનને પક્ષીની સાથે, રતિ-અતિને બે પાંખો સાથે સરખાવ્યાં છે. અને મનને કબજે રાખવા માટે શુદ્ધસમાધિને પાંજરાની સાથે સરખાવી છે. જેમ પક્ષીને બે પાંખો હોવાથી તેના દ્વારા સદાકાળ આકાશમાં ઉડ્યા જ કરે છે. ભટકતું જ ફરે છે. તેમ આપણું આ મન વસ્તુઓ પ્રત્યેની ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતાબુદ્ધિ દ્વારા સદાકાળ આ સંસારમાં ભટકતું જ રહે છે. ક્ષણે ક્ષણે હર્ષશોકના, સુખ-દુઃખના, સારા-નરસા, અને ક્રોધાદિ કષાયોના વિચારોમાં મન ભટકતું જ રહે છે. જો તેના ફોટા પાડવામાં આવે તો સવારથી સાંજ સુધીના પણ સેંકડો ફોટા મળી આવે. આવું ભટકતું આ મન છે. ક્યારેક પ્રીતિના વિષયવાળું અને ક્યારેક અપ્રીતિના વિષયવાળું ક્ષણે-ક્ષણે બદલાતું જ રહે છે. તેથી ગાથામાં ગ્રંથકારશ્રી કહે છે કે મનરૂપી આ પક્ષી, રતિ-અતિરૂપી બે પાંખો વડે આશાઓ રૂપી અનંત આકાશમાં ઉડ્યા જ કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org