Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૨
અઢાર પાપસ્થાનક
કારણસર પરસ્પર ઝઘડો કે મનદુઃખ પણ અવશ્ય થાય છે ત્યારે અપ્રીતિ પણ સંભવે છે. તેથી તે કપલો છુટાં પડતાં પણ દેખાય છે. આમ રતિ-અરતિ સાથે હોવાથી એક પાપસ્થાનક કહ્યું છે.
પ્રશ્ન - ૧૦મે રાગ, ૧૧મે દ્વેષ અને ૧૫મે રતિ-અરતિ છે. તે ૧૦-૧૧ માં આવી જ જાય છે. તો જુદું કહેવાનું કારણ શું ?
ઉત્તર - હૃદયની અંદર થયેલી પ્રીતિ અને અપ્રીતિ તે પન્નરનું પાપસ્થાનક છે. અને તેનાથી થતા મીઠા હાવભાવ તે ૧૦ મું રાગ નામનું અને કડવા હાવભાવ તે ૧૧ મું ષ નામનું પાપસ્થાનક છે. પન્નારમું પાપસ્થાનક અંદરનું છે અને કારણરૂપ છે. તથા ૧૦-૧૧ મેં પાપસ્થાનક બહારનું છે અને કાર્યરૂપ છે. કારણકાલે ભેદ અવ્યક્ત છે અને કાર્યકાલે ભેદ વ્યક્ત છે. જેમ મોર પોપટ કે ચકલીના ઈડાને કાલે રહેલા પાણીમાં ભેદ છે પણ તે અવ્યક્ત છે અને તેમાંથી પ્રગટ થતાં બચ્ચાઓમાં ભેદ વ્યક્ત છે. તેમ ભેદની અવ્યક્ત દશાવાળું રતિ અરતિનું પાપસ્થાનક એક ગયું છે અને તજજન્ય રાગ-દ્વેષ વ્યક્ત હોવાથી ભિન્ન ભિન્ન પાપસ્થાનક ગણેલ છે. હૃદયગત પ્રીતિ-અપ્રીતિભાવ તે રતિ-અરતિ છે. અને તજજન્ય મીઠા અને કડવા જે હાવભાવ તે રાગ અને દ્વેષ છે.
- જ્યાં જ્યાં કોઈ એક પદાર્થ ઉપર પ્રીતિ જામે છે. ત્યાં ત્યાં તેના સમાન અન્ય પદાર્થ ઉપર અપ્રીતિ પણ હોય જ છે. અથવા જે દ્રવ્ય ઉપર પ્રતિ હોય છે. તે જ દ્રવ્ય ઉપર કાળાન્તરે અપ્રીતિ પણ કોઈને કોઈ કારણથી થાય છે. તેથી બન્નેને મળીને આ એક જ પાપસ્થાનક કહ્યું છે. હે સુગુણ પુરુષો ! તમે વાસ્તવિક વાતને હૃદયમાં બરાબર સમજો. | ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org