Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૪
હવે તે પક્ષીને જો ઉડવા ન દેવું હોય, અને કબજામાં રાખવું હોય, તો પાંજરૂ જોઈએ. એટલે કે તે પક્ષીને જો પાંજરામાં રાખવામાં આવે તો તેને બન્ને પાંખો હોવા છતાં પણ તે અનંત આકાશમાં ઉડી શકતું નથી. તેવી જ રીતે “શુદ્ધ સમાધિ” એ મનરૂપી પક્ષીને કબજે રાખવા માટેનું સુંદર એક પાંજરૂં છે. તેથી શુદ્ધ સમાધિરૂપી પાંજરામાં જો મનને પુરવામાં (જોડવામાં) આવે તો આ મન તે પાંજરામાં રૂંધાયું (અટકાવાયું) છતું રહે છે અને તે ધીરે ધીરે પાળેલા પંખીની જેમ આત્માનું મિત્ર (હિતચાહક) બની જાય છે. જરા પણ પાંચ ઈન્દ્રિયોના વિષયોના લંપટપણાને પામતું નથી. કર્મોનો આશ્રવ કરનારું બનતું નથી. પરંતુ કર્મોની નિર્જરા કરનારું બને છે. તેથી મિત્રતુલ્ય બને છે એમ જાણવું.
અઢાર પાપસ્થાનક
પ્રશ્ન - શુદ્ધ સમાધિ એટલે શું ?
ઉત્તર - “ઈષ્ટાનિષ્ટ બુદ્ધિનો ત્યાગ કરીને સમદશામાં વર્તવું.” તે શુદ્ધ સમાધિ છે. આ સંસારમાં જે કોઈ જીવ દ્રવ્યો છે કે પુદ્ગલ દ્રવ્યો છે. તે સર્વે પોતાના પારિણામિક ભાવને લીધે પોત-પોતાના ગુણપર્યાયમાં પરિણામ પામ્યા જ કરે છે. તેમાં કોઈ દ્રવ્ય કે તેના ગુણપર્યાયો આપણા છે નહીં, કે આપણા સુખ-દુઃખના સર્જક છે નહીં, તેથી તેમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવી એ જ મહામોહ રૂપ ભ્રમદશા છે.
જેમકે સોનુ દ્રવ્ય સોનાપણે અને લોહદ્રવ્ય લોહપણે પરિણામ પામ્યું છે. પણ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય હોવાથી પરિણામી સ્વભાવવાળું હોવાથી સદાકાળ તે રૂપે રહેવાનું નથી. તેમાંનું કોઈ દ્રવ્ય આપણું સ્વરૂપ છે નહીં, અને થવાનું નથી. ભવાન્તરે જતાં તે બન્નેમાંથી એક પણ દ્રવ્ય સાથે આવ્યું નથી અને આવતું નથી. તેથી સોનું તે સુખદાયક છે અને લોહ તે દુઃખદાયક છે. આવી કલ્પના તે જ મોહ છે. ભ્રમ છે. માટે જ મહાત્મા પુરુષો “કંચન અને પાષણને સમાન ગણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org