Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પશુન્ય નામના ચૌદમા પાપસ્થાનકની સજઝાય
૧૬૯
શબ્દાર્થ - જિમ - જેમ, સજનગણ - સજ્જનોના ગુણો, પિશુનને દુષિયે - ચાડીયા માણસથી દૂષિત કરાય છે. તિમ - તેમ, તિણે - તે જ કારણને લીધે, સહેજે સ્વાભાવિકપણે, ત્રિભુવન ભૂષિયે - ત્રણે ભૂવનમાં તે ગુણો શોભા પામે છે, ભસમે માંજ્યો - ખ્યાથી સાફ કરેલું. દર્પણ હોય ભલો - દર્પણ વધારે ઉજળું જ થાય છે. સુજસ, સવાઈ - સવા ગણો સારો યશ વધે છે. સજન • સજ્જન પુરુષોના, સુકુલ - ઉત્તમ કુલમાં, તિલો - તિલકની જેમ તે શોભે છે. || ૫ ||
ગાથાર્થ - સજ્જન પુરુષના ગુણો પિશુનક વડે જેમ જેમ દુષિત કરવામાં આવે છે. તેમ તેમ તે ગુણી પુરુષ પરીક્ષામાં પાસ થવાના કારણે તેના તે તે ગુણો સ્વાભાવિકપણે જ ત્રણે ભુવનમાં શોભા પામે છે. જેમ રખ્યાથી માંજેલું દર્પણ ઉલટું વધારે ઉજળું જ થાય છે. તેમ ગુણી પુરુષનો સવાયો સારો યશ વધે છે અને સજજનોના ઉત્તમ કુલમાં તે તિલકસમાન દીપી ઉઠે છે. [ પ I
વિવેચન - “રખ્યા” એ વસ્તુને મેલી કરનારી ચીજ છે. જેમ કે ઘરમાં પડેલી ધૂળ, કપડાં ઉપર પડેલી ધૂળ તથા ગાદી, તકીયા ઉપર પડેલ ધૂળ તે તે વસ્તુને મેલી કરે છે. છતાં તે જ રખ્યાથી જો દર્પણને સાફ કરવામાં આવે તો મેલું થવાને બદલે વધારે ઉજળું જ થાય છે. “આગ” એ વસ્તુને બાળી નાખનારી અને નાશ કરનારી જ ચીજ છે. છતાં તે જ આગથી જો સોનું તપાવવામાં આવે તો નાશ થવાને બદલે વધારેને વધારે શુદ્ધ થાય છે. તેવી જ રીતે પિશુનક પુરુષની ચાડીયાપણાની વૃત્તિથી સજ્જનના ગુણોને જેમ જેમ દૂષિત કરવામાં આવે છે. ગુણોને સંસારમાં દોષરૂપે ગાવામાં આવે છે. તેમ તેમ સજ્જનના ગુણો તેવી પરીક્ષામાંથી નિર્દોષપણે પ્રસિદ્ધ થયા છતા વધારેને વધારે ચમકે છે. ત્રણે ભુવનમાં વધારેમાં વધારે શોભા પામે છે. સવાયો યશ વધે છે. અને પરીક્ષામાં પાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org