Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૮
અઢાર પાપસ્થાનક અનુસરીને મળેલી દુર્લભ સામગ્રીને સફળ બનાવીને પુણ્યાનુબંધી પુણ્યની કમાણી કરવારૂપ ખેતી કરવી જોઈએ. જીવનને ધન્ય ધન્ય બનાવવું જોઈએ. તેને બદલે પિશુનકપણાની પ્રકૃતિ, જીવને નિરંતર કલેશ-કડવાશ વેરઝેર આદિ પાપ પ્રવૃત્તિમાં જ જોડનાર હોવાથી પાપની જ ખેતી વધે છે. પુણ્યની ખેતીથી તે જીવ ચુકી જાય છે.
(૩) આવી પાપમય પ્રવૃત્તિના કારણે, દરેકને હલકા ચિતરવાની મનોવૃત્તિ હોવાથી, ઉપરી અધિકારીને માણસના દોષો જ જણાવી માર મરાવવાની અથવા માનભ્રષ્ટ કરવાની જ વૃત્તિ હોવાના કારણે તેનું મુખ કોઈ જોવા ઈચ્છતું નથી. બધા જ લોકો તેવા ચાડીયાથી દૂર જ રહે છે. કોઈ તેને પોતાનો કરવાને કે પોતાના સમાજનો સભ્ય કરવાને તેનું મુખ જોવાને જરા પણ ઈચ્છતા નથી. મુખ ફેરવીને જ ચાલે છે.
(૪) આના કારણે જ પોતાના બાપ-દાદાથી સુવાસિત થયેલા અને પ્રતિષ્ઠાને પામેલા કુલમાં ઘણું મોટું કલંક લાગે છે. કોઈ તેવા માણસનો પરિચય કરવા રાજી હોતું નથી. છોકરા-છોકરીની લેવડદેવડ કરવા વડે સગાં-સંબંધીપણું કરવા પણ કોઈ રાજી હોતું નથી. આવી વ્યક્તિને કોઈ સ્વજન કરવા ઈચ્છતું નથી. દરેક વ્યક્તિ તરફથી તે તિરસ્કારને જ પામે છે. માટે હે જીવ ! આવું ચડીયાપણું તારા જીવનમાં ક્યારેય પણ ન લાવીશ. અને કોઈ ચાડીયાની સોબત પણ તું ન કરીશ. ૪ | જિમ સજ્જન ગુણ હો કે પિશુનને દૂષિયે,
તિમ તિણે સહજે હો કે ત્રિભુવન ભૂષિયે ! ભસમે માંજ્યો હો કે દર્પણ હોય ભલો, સુજસ સવાઈ હો કે સજ્જન સુકુલ તિલો. . પ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org