Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૈશુન્ય નામના ચૌદમા પાપસ્થાનકની સજઝાય
૧૬૭
ગાથાર્થ - કોઈપણ માણસના દોષોની ચાડી ખાવાથી આપણામાં પ્રગટેલા ગુણોની ખીલેલી વાડી સુકાઈ જાય છે. પુણ્યકર્મની ખેતી સુકાઈ જાય છે. (રહી જાય છે) અને આવા પિશુનક પુરુષનું મુખ કોઈ જોવા ઈચ્છતું નથી. અને પોતાના નિર્મળ ફુલમાં અતિશય ઘણું કલંક લાગે છે. I ૪ /
વિવેચન - પિશુનક પુરુષની આવા પ્રકારની ચાડીયાપણાની પ્રકૃતિ તે જીવને કેટલું કેટલું નુકશાન કરનારી છે ? તે વાત ચાર રીતે આ ગાળામાં સમજાવે છે. -
(૧) પોતાનામાં પ્રગટેલા ગુણોની ખીલેલી લીલીછમ વાડી પિશુનતાથી સુકાઈ જાય છે. જીવમાં જે સારો વિનય, સારો વિવેક, સારું જ્ઞાન, સદાચારી જીવન, પરસ્પર વાત્સલ્ય, નિઃસ્વાર્થભાવ, સેવાપરાયણતા ઈત્યાદિ અનેક સારા સારા ગુણો પ્રગટ્યા હોય, જેમ ફૂલોથી બગીચો ખીલે તેમ ગુણોની વાડી જીવનમાં ખીલી ઉઠી હોય, પરંતુ જો ચાડીયાપણાની પ્રકૃતિ આવી જાય તો સતત તેમાં જ ધ્યાન રહેવાથી, બીજાના નાના દોષોને મોટા કરવામાં જ લયલીન થવાથી, બીજાનું અહિત કરવાની જ મનોવૃત્તિ વર્તતી હોવાથી, પોતે ખાધેલી ચાડી ઉઘાડી ન પડી જાય તેનો જ ઢાંકપછેડો કરવામાં જ મન પરોવાયેલું રહેવાથી આવેલા ગુણો લાંબો ટાઈમ ટકતા નથી. ગુણોને સાચવવામાં ઉપેક્ષા વધતી જાય છે. ખીલેલાં પુષ્પોની જો બરાબર માવજત ન થાય તો તે વાડી કાળાન્તરે સુકાઈ જાય છે. તેમ મનની તમામ પ્રવૃત્તિ, ગુણોની માવજત કરવાને બદલે ઉપરોક્ત કાદવમાં જ ડુબેલા રહેવાથી ગુણોની વાડી સુકાવા લાગે છે. ગુણોની વાડી કરમાઈ જાય છે. . (૨) પુણ્યતણી ખેતી ચૂકે છે - આવું માનવનું જીવન, ગુણિયલપણું, નિરોગી શરીરપણું, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયપણું અને શ્રેષ્ઠ બુદ્ધિ તથા શારીરિક સુંદર શક્તિ ઈત્યાદિ સુંદર પરિસ્થિતિ પામીને અદ્ભુત પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ, મહાત્મા પુરુષોના માર્ગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org