Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૦
અઢાર પાપસ્થાનક
જુએ છે. ગુણોને દોષોથી ખોટી રીતે કલંકિત કરે છે અને તેથી જ અંતર્હષના કારણે અછતાં આળ આપે છે. તે માણસો ગુણ-અવગુણોનો બદલો કરવાના કારણે મહાદુઃખ પામે છે. ધવલશેઠે શ્રીપાળ મહારાજા ઉપર ડુંબનું ખોટું કલંક ચડાવ્યું તો શ્રીપાલ મહારાજાની બે પતીઓ દ્વારા સાચુ કુલ પ્રગટ થતાં ધવલ શેઠ અપયશ અને નિંદા પામ્યા તથા મરીને નરકે ગયા. આવાં અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં છે. ૪ || પરને અછતા દોષ ન દીજીએ, પીજીએ જે જિનવાણી ઉપશમ રસસ્પેરે ચિત્તમાં ભીંજીયે, કીજીયે સુજસ કમાણી જી.
ધન ધન તે નર, જે જિનમત ધરે ૫ /
શબ્દાર્થ - ચિત્તમાં ભીંજીયે - મનને ભીનું ભીનું કરીએ. સુજસ કમાણી - સારા યશસ્વીપણાની કમાઈ. || ૫ ||
ગાથાર્થ - તેથી જિનેશ્વર પ્રભુની વાણી સાંભળવા સ્વરૂપ અમૃતનું પાન સદા કરીએ. બીજા જીવને અછતા દોષો ન આપીએ, અને પોતાના ચિત્તને ઉપશમ રસથી ભીનું ભીનું રાખીએ કે જેથી “સાર યશસ્વીપણાની” ઘણી કમાઈ કરી શકાય. I પI
વિવેચન - આખી ઢાળનો સાર આ ગાથામાં કહે છે કે - અઢારે દૂષણો ત્યજવા જેવાં છે. આમાંનું એક પણ દૂષણ આચરવા જેવું નથી. ખરેખર તો વિભાવદશા જ આત્માને ઘણી નુકશાન કરનારી છે. મોહને વશ આત્મામાં પ્રવેશેલી વિભાવ દશાની પ્રીતિ જ મહાદુઃખદાયી છે. આવી જિનેશ્વર પરમાત્માની વાણી નિરંતર પીવા જેવી છે. તેનું પાન કરીને પરને અછતાં આળ આપવાનું આ પાપ કદાપિ ન કરવું જોઈએ. કોઈના પણ જીવને જરા પણ દુઃખ થાય એવાં વચનોચ્ચાર કે આચરણ આચરવા જેવું નથી. આમ સમજીને પોતાના ચિત્તને વિતરાગ પ્રભુની વાણીથી સિંચી સિંચીને ઉપશમરસથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org