Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬ ૨
અઢાર પાપસ્થાનક
“પશુન્ય” નામના ચૌદમા પાપસ્થાનકની સઝાય - પાપસ્થાનક હો કે ચૌદમું આકરું,
પિશુનપણાનું હો કે વ્યસન છે અતિ બુરું, મેં અશન માત્રનો હો કે શુનક કૃતજ્ઞ છે,
તેહથી ભંડો હો કે પિશુન લવે પછે. / ૧ /
શબ્દાર્થ - પિશુનપણાનું - ચાડીયાપણાનું, વ્યસન - ટેવ, અતિરે - અતિશય ખરાબ છે, અશન માસનો - ભોજન માત્ર લેનારો, શુનક - કુતરો, કૃતજ્ઞ - કરેલા ઉપકારને સમજનારો છે, તેહથી ભંડો - તેનાથી પણ ખરાબ છે, પિશુન - ચાડીયો માણસ, લવે પછે - પાછળ પાછળ બોલે છે. II 1 II - ગાથાર્થ - “ચાડીયાપણાનુ” ચૌદમું પાપસ્થાનક ઘણું આકરું છે. આ વ્યસન અતિશય ખરાબ છે. ભોજનમાબ લેનારો કુતરો કૃતજ્ઞ છે. (જે માલિકનું પુરેપુરું રક્ષણ કરે છે) ચાડીયો માણસ તે કુતરાથી પણ અતિશય ઘણો ભુંડો છે કે જે પાછળ પાછળ હલકું બોલ્યા જ કરે છે. I 1
વિવેચન - હવે પૈશુન્ય નામનું ચૌદમું પાપસ્થાનક સમજાવે છે. પૈશુન્ય એટલે ચાડીયાપણું. કોઈપણ માણસના નાના દોષને મોટો કરવો, અથવા અનિવાર્ય સંજોગોવાળા કારણના વશથી સેવેલા દોષને વડીલોની સામે કહીને માર મરાવવો, અથવા પાછળ પાછળ દોષ કહીને લોકોને ચડાવવા, સજ્જન માણસ પ્રત્યે લોકોને અપ્રીતિભાવવાળા કરવા. તેને પૈશુન્ય કહેવાય છે.
આ પાપસ્થાનક પણ અતિશય ભયંકર છે. ચાડીયાપણાની ટેવ અત્યન્ત બુરી છે. જે નિંદાનો જ પરિણામ લાવે છે. મન કાયમ દોષો જ જોનારું બને છે. મનમાં સદા કલેશ જ રહે છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org