Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૮
જ છે. છે. ॥ ૪ ॥
અનંત અતુલ
-
-
Jain Education International
ગાથાર્થ એક એક કાંટાની સાથે બીજા બીજા કાંટા જોડવાથી જેમ લાંબી વાડ થાય છે. તેમ પરસ્પર બોલાચાલી કરવાથી ઝઘડો (કલેશ) વધે જ છે. આમ સમજીને જે ભાગ્યશાળી ગુણવાન મહાત્મા મૌન ધારણ કરે છે. તે અનુપમ એવું અનંત સુખ પ્રાપ્ત કરે છે. ॥ ૪ ॥
અઢાર પાપસ્થાનક
તે જીવ અનુપમ અને અનંત સુખ પામે
વિવેચન - ખેતરોમાં પાકેલા ધાન્યને પશુઓ આવીને ખાઈ ન જાય, ખુંદીને ધાન્યનો નાશ ન કરે, તેટલા માટે ખેતરોના સીમાડે સીમાડે ચારે બાજુ કાંટાની વાડ કરવામાં આવે છે. તેનું ઉદાહરણ આપીને જણાવે છે કે કાંટાના એક જુથની સાથે કાંટાનું બીજું જુથ જોડીએ, તેની સાથે કાંટાનું ત્રીજું જુથ જોઈએ એમ પરસ્પર કાંટાનાં જુથો જોડવાથી જેમ કાંટાની એક મોટી વાડ બની જાય છે. તેવી જ રીતે એક પાત્ર વધારે હલકુ બોલે, તેની સામે બીજું પાત્ર તેવું જ વધારે હલકું બોલે, તેની સામે પહેલું પાત્ર ઝેરભરેલુ બોલે એમ અરસપરસ બોલે જ જાય, બોલે જ જાય, તો ભાષાની બિભત્સતા, અંદર અંદરનું વેરઝેર, એક બીજા પ્રત્યેનો રોષ, ગલીચ શબ્દપ્રયોગ ઈત્યાદિ દ્વારા રાડ વધે” એટલે ઝઘડો વધે જ છે. જે ઝઘડો અબોલામાં, મારામારીમાં, હિંસામાં અને છેલ્લે આપઘાતમાં જ પરિણામ પામે છે. આવું જાણીને જે જે ગુણવંત પુરુષો કલહ કરતા નથી. મૌન ધારણ કરે છે, તેઓ અતુલ અને અનુપમ સુખ પામે છે. જ્યારે જ્યારે બાજી હાથમાં નથી અને બોલવાથી બાજી વધારે બગડશે એમ લાગે ત્યારે અવસર સમજીને જ કલેશથી દૂર ખસી જવું. સ્થાનાન્તર થઈ જવું. તેમાં આગળ જવાથી સારાં પરિણામ આવતાં નથી. આવા અવસરે ગુણવંત પુરુષો મૌન જ રહે છે. મૌન રહેવાથી સામેની વ્યક્તિ બોલતાં બોલતાં તેની સામે પ્રતિસાદ ન મળવાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org