Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કલહ નામના બારમા પાપસ્થાનકની સજ્ઝાય
સ્ત્રી કહે છે કે - તારાથી અધિક કજીયાખોર પુરુષ બીજો છે કોણ ? અર્થાત્ તું જ વધારે કજીયાવાળો છે.
પુરુષ કહે છે કે - હે પાપિણી સ્ત્રી ! તું હંમેશા આમ સામું જ બોલે છે.
સ્ત્રી કહે છે કે - હે મુર્ખ, તારો બાપ પાપી છે. (હું કંઈ પાપિણી નથી.)
આવા આવા પ્રકારના બિભત્સ અને કઠોર વચનો જ્યાં બોલાતાં હોય, એક બીજા ઉપર આક્ષેપબાજી જ થતી હોય, ત્યાં હે જીવ ! જુઓ કે તે દંપતીને સુખ ક્યાંથી થાય ? જ્યાં એકબીજાને ઉતારી પાડવામાં જ રસ હોય, આંખોમાં ઝેર જ ભર્યું હોય, હલકા શબ્દોના જ પ્રયોગો હોય. તે ઘરમાં દંપતીને સુખ ક્યાથી હોય ? માટે હે જીવ ! આવો કલહ કરવો નહીં. આ કલહ જીંદગીમાં આગ લગાડનાર છે.
ઉપરોક્ત વચનો એ કજીયાનું એક ચિત્ર રજુ કર્યું છે. આ પ્રમાણે હલકાં, મર્મવેધી અનેક શબ્દોથી કજીયો થાય છે. તે બરાબર સમજીને દૂરથી જ છોડવા જેવો છે. ॥ ૨-૩ ॥
કાંટે કાંટે થાયે વાડ, બોલે બોલે વાધે રાડ.
સાજન સાંભળો. જાણીને મૌન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત.
સાજન સાંભળો ॥ ૪ ॥
૧૪૭
શબ્દાર્થ - કાંટે કાંટે
એક એક કાંટાની સાથે બીજા
બીજા કાંટા જોડવાથી, થાયે વાડ
વાડ થાય છે. બોલે બોલે પરસ્પર બોલાચાલી કરવાથી, વાઘે રાડ ઝઘડો (કલેશ) વધે
-
Jain Education International
-
.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org