Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કલહ નામના બારમા પાપસ્થાનકની સઝાય
૧૪૫
તો શું કરવું ? જો સામે આપણે જવાબ ન આપીએ તો તે પાત્ર બમણું ઉશ્કેરાય.
ઉત્તર - સામે જવાબ ન આપવાથી તે પાત્ર બમણું ઉશ્કેરાય આ વાત બરાબર નથી. પણ સામે જવાબ આપવાથી તે પાત્ર બમણું ઉશ્કેરાય. કારણ કે સામે આપણે પણ વૈષવાળાં જ વચનો બોલવાના. તેનાથી તેને વધારે ગુસ્સો આવવાનો, તેથી લડાઈ વધારે જામવાની. માટે સામેનું પાત્ર કલહકારી મળ્યું હોય તો પણ સમતાભાવવાળા રહેવું પણ આપણે કલહકારી ન બનવું. આમ કરવામાં કદાચ માર પડે, આર્થિક-શારીરિક નુકશાન થાય પણ સરવાળે કલેશ ઓછો થાય તથા સમતા રાખવાથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા ઘણી થાય. છતાં સમતા ન જ રહે, તો તે કાલ પુરતા સ્થાનાન્તર થવું, બીજા કામકાજમાં જોડાઈ જવું. તે પ્રસંગને ભુલવા અને ભુલાવવા પ્રયત્ન કરવો. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ જોઈને તેવા અવસરે વિવેકથી વર્તવું. || ૧ શું સુંદરી, તું ન કરે સાર, ન કરે, નાપે કાંઈ ગમાર ?
સાજન સાંભળો. ક્રોધમુખી તું, તુજને ધિક્કાર, તુજથી અધિકો કુણ કલિકાર?
સાજન સાંભળો. | ૨ || સાહમું બોલે પાપિણી નિત્ય, પાપી તુજ પિતા, જુઓ ચિત્ત,
સાજન સાંભળો. દંતકલહ ઈમ જેહને થાય, તે દંપતિને સુખ કુણ ઠાય,
સાજન સાંભળો. || ૩ | શબ્દાર્થ - ન કરે સાર - તું મારી સેવા-ચાકરી કરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org