Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કલહ નામના બારમા પાપસ્થાનકની સજ્ઝાય
શબ્દાર્થ ખમાવે જેહ જે ક્ષમા માગે, લઘુ-ગુરુ નાનો હોય કે મોટો હોય અથવા લઘુગુરુ ભાવે, આરાધક હોય તેહ તેહ જીવ આરાધક હોય એમ જાણવું. સામા શ્રમણપણું-સાધુપણું. || ૬ ||
-
ગાથાર્થ - કલહ (કજીયો) કરીને પણ જે જીવો ક્ષમા માગે છે. તે જીવો નાનો હોય કે મોટો હોય તો પણ આરાધક છે. અથવા લઘુગુરુ ભાવે આરાધક જાણવા. કલહને ઉપશમાવે તે ધન્યથી પણ ધન્ય છે. કારણ કે ઉપશમભાવની પ્રધાનતા'' વાળું જ શ્રામણ્યપણું કહ્યું છે. | ૬ ||
૧૫૧
વિવેચન - કજીયો ન કરવો” અને સમતાભાવ રાખવો એ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. એક નંબરનો માર્ગ છે. સંસાર સાગર તરવાનો સાચો રસ્તો તે જ છે. પરંતુ ધારો કે કલહ થઈ ગયો અને પાછળથી પશ્તાવો થયો. અરે મેં જે આ કલહ કર્યો તે ઘણું ખોટું કર્યું, કલહ કરવો જોઈતો ન હતો. મારાથી ઘણી મોટી ભુલ થઈ ગઈ. આમ મનમાં પશ્ચાતાપ થયો. અને તુરત જેની સાથે કલેશ થયો તેની સામે જઈને ખમાવવામાં આવે તો તે ખમાવનાર જીવ નાનો હોય કે મોટો હોય તો પણ તે આરાધક થાય છે અથવા “લઘુગુરુ ભાવે” આરાધક કહેવાય છે. જ્યાં થોડુંક નુકશાન હોય અને ઘણો લાભ હોય તેને લઘુ-ગુરુ ભાવ કહેવાય છે. કજીયો થઈ ગયો તે નુકશાન પણ પાછળથી પશ્ચાતાપ થયો અને ક્ષમા માગી તે લાભ. આમ ગુરુલઘુભાવ જાણવો. બીજા નંબરે આ પણ સારો જ માર્ગ છે.
“જ્યાં નુકશાન થોડું અને લાભ વધારે હોય” તેવા માર્ગને ગુરુલઘુભાવ કહેવાય છે. જેમકે “પરમાત્માની પૂજા કરતાં હિંસાજન્ય અલ્પ કર્મબંધ છે અને ભાવનાવૃદ્ધિ દ્વારા ઘણી નિર્જરા છે.” વિહારાદિ કરવામાં ચાલવાથી કોઈ હિંસા થવાનો સંભવ હોવાથી અલ્પ બંધ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org