Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અભ્યાખ્યાન નામના તેરમા પાપસ્થાનકની સઝાય
૧૫૫
“અભ્યાખ્યાન” નામના તેરમા પાપસ્થાનકની સઝાય - પાપસ્થાનક તે તેરમું છાંડીયે, અભ્યાખ્યાન દુરંતો જી. અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી.
ધન ધન તે નર, જે જિનમત ધરે. ને ૧ ||
શબ્દાર્થ - છાંડીયે - ત્યજીએ, અભ્યાખ્યાન - બીજા ઉપર ખોટો આક્ષેપ કરવો તે, દુરંત - દુખે દૂર કરાય તેવો, અછતાં - અવિધમાન, આલ - ખોટાં કલંક, ખોટું દોષારોપણ, પરનાં - બીજાનાં. [ ૧ II
ગાથાર્થ - દુઃખે દૂર કરાય તેવું “અભ્યાખ્યાન” નામનું તેરમું પાપસ્થાનક હે જીવ! છોડીએ. કોઈપણ પારકી વ્યક્તિ ઉપર ખોટાં (અવિધમાન) આળ ન બોલીએ, તેમ કરવાથી આપણો આ જીવ અનંત દુખોને પામે છે. તે આત્માઓને ધન્ય છે કે જેઓ જિનેશ્વરના મતને ધારણ કરે છે. / ૧ /
વિવેચન - હવે “અભ્યાખ્યાન” નામના તેરમા પાપસ્થાનકની વાત સમજાવે છે. જે વ્યક્તિમાં જે દોષ નથી, છતાં તે વ્યક્તિ ઉપર તે દોષનું ખોટું જે આરોપણ કરવું. તેને “અભ્યાખ્યાન” કહેવાય છે. અછતાં કલંક આપવાં, ન હોય તેવા દોષો તે તે વ્યક્તિમાં પ્રસિદ્ધ કરવા. નાનો દોષ હોય તેને મોટો કરીને પ્રકાશિત કરવો, આ બધું અભ્યાખ્યાન” કહેવાય છે. અન્ય કોઈપણ વ્યક્તિમાં છતા દોષો જોવામાં અને પ્રકાશિત કરવામાં પણ પાપ છે. એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તો પછી અછતા દોષો તો જોવાય જ કેમ ? અને કહેવાય જ કેમ? માટે આ તેરમું પાપસ્થાનક જીવનમાંથી ત્યજી દેવા જેવું છે.
આ પાપસ્થાનક પણ દુરંત છે. જીવનમાંથી કાઢવું અતિશય દુષ્કર છે. કારણ કે અનાદિકાળના મોહના સંસ્કારો છે. તેથી જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org