Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૨
એમ સમજીને તેનો ભાર મગજમાંથી કાઢી નાખવો. છતાં જો કોઈ દોષો દેખાઈ જાય, સંભળાઈ જાય, દૈનિક પત્રો આદિ દ્વારા જણાઈ જાય તો પણ “સચિત્ત” સમતાભાવવાળું ચિત્ત રાખીને ભાવ કરૂણા કરવી કે આવા જીવો આવા પ્રકારના પાપોથી ક્યારે વિરામ પામે ? તેઓ આવી ભવસ્થિતિમાંથી ક્યારે મુકાય ? આવા આવા વિચારો કરીને દ્વેષરહિત ચિત્તવાળા થવું. જેથી આપણા આત્મામાં કડવાશ અને વેરઝેર આદિ દોષો આવે નહીં, નિરર્થક કર્મો બંધાય નહીં. આપણા આત્માનું અહિત થાય નહીં અને જગતમાં પણ હે જીવ ! તારો સારો યશ વિસ્તાર પામે, અને તું ઉત્તમોત્તમ ગુણોવાળો બન. “ગુણીને જોઈને ગુણાનુરાગ કરવો, પ્રમોદભાવના ભાવવી” નિર્ગુણીને જોઈને સમચિત્ત રહેવું અને
ભાવકરૂણા તથા માધ્યસ્થભાવના ભાવવી. પણ દ્વેષ ન કરવો.
અઢાર પાપસ્થાનક
આ ગાથામાં “સુજસ વિલાસે” ઈત્યાદિ પદમાં “સુજસ’ શબ્દ લખીને ગ્રંથકારે પોતાનું નામ ગર્ભિત રીતે સૂચવ્યું છે. ૮-૯॥ આ પ્રમાણે “વૈષ” નામના અગિયારમા પાપસ્થાનકના વર્ણનવાળી આ અગિયારમી ઢાળ પણ સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org