Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૬
અઢાર પાપસ્થાનક
કરે, કેશલોચાદિ કરે, વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે, મંત્રજાપદિ કરે, અનેક પ્રકારનાં ધર્મ અનુષ્ઠાન કરે, તીર્થયાત્રા, અન્ય સાધુ-સંતોની વૈયાવચ્ચ આદિ કરે પરંતુ હૃદયમાં જો અન્ય વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ બેઠેલો હોય, તો તે દ્વેષના લીધે તેનું અહિત-ખરાબ કરવાના જ સતત વિચારો આવે, તેનાથી આ જીવ વધારેને વધારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જ વર્ત અને ચીકણાં કર્મો બાંધે, તેનાથી અનંત જન્મ-મરણોની પરંપરામાં રખડે. આ રીતે ધર્માનુષ્ઠાનો હોવા છતાં પણ દ્વેષના કારણે સંસારમાં ફરનારો બને છે. માટે તે આત્મા ! તું દ્વેષ ન કર. ૯ષ વિનાનો એટલે કે “અદ્વેષી” બની. “અષી” એ આત્મઉત્થાનનું પ્રથમ પગથીયું છે.
- આ આત્માનું જેનાથી મોક્ષની સાથે જોડાણ થાય તેને શાસ્ત્રોમાં “યોગ” કહેવાય છે. આ યોગદશાની પ્રાપ્તિનું વર્ણન સાંખ્યદર્શનમાં પતંજલિઋષિકૃત યોગસૂત્રમાં છે. જૈનદર્શનમાં પૂ.આ.મ. શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગદૃષ્ટિ સમુચ્ચયમાં છે. પૂ. કલિકલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવૃતિ યોગશાસ્ત્રમાં છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાયમાં પણ છે.
આ યોગદશાની જો પ્રાપ્તિ કરવી હોય તો તેનાં આઠ અંગ છે. આઠ દોષોનો ત્યાગ છે અને આઠ ગુણોની પ્રાપ્તિ છે. તેમાં “અષ” એ આઠ દૃષ્ટિઓના આઠ ગુણોમાંનો પહેલો ગુણ છે. જ્યારે આ જીવના હૃદયમાંથી મોક્ષ પ્રત્યેનો અનાદિનો જામેલો આ “ષ” દોષ ચાલ્યો જાય છે અને અદ્વેષ ગુણ આવે છે. ત્યારે જ યોગદશાનો પ્રારંભ થાય છે. અનાદિકાળથી આ જીવને ધર્મ પ્રત્યે અને ધર્મી પ્રત્યે ભયંકર દ્વેષ જ વર્તે છે. ધર્મની કે ધર્મીની કોઈ પણ જાતની વાત સાંભળવા પણ આ જીવ તૈયાર જ નથી. જ્યારે ચરમાવર્તિમાં આવે છે, ગાઢ એવો ભાવ મલ ઘણો ઘણો હ્રાસ પામે છે ત્યારે અહેષ (ઢષાભાવ) ગુણ આવે છે. જેમ જેમ આ જીવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org