Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૮
અઢાર પાપસ્થાનક
જેવદ્રવ્ય કે કોઈ અજીવદ્રવ્ય આપણા જીવની સાથે આવ્યું નથી, આવતું નથી અને આવવાનું પણ નથી. છતાં મોહદશાથી આ જીવ ઈષ્ટ એવા જીવ અને અજીવ ઉપર રાગથી રંગાયેલો જ રહે છે. બીજા જીવોની વાત તો છોડો, તે તો રાગમાં ફસાયેલા છે જ. પરંતુ અગીયાર અગીયાર ગુણસ્થાનક સુધી ઉંચા ચઢેલા જીવોને પણ આ રાગદશાએ પછાડ્યા છે. ત્રીજી ગાથામાં કહેલા ઉત્તમ આગમશાસ્ત્રોના અભ્યાસી, અપ્રમત્તતાના શિખરે પહોંચેલા ચારિત્રરૂપી ધર્મરાજાના આશ્રયે જે આવેલા છે તે વિનાના બીજા સર્વે જીવોને આ રાગદશાએ પોતાનામાં ફસાવ્યા છે. ' ઉપશાન્તમોહ ગુણસ્થાન સુધી પહોંચેલા જીવો પણ સત્તાગત રાગ મોહનીયનો જ્યારે ઉદય થાય ત્યારે તેના ઉદયથી નિયમો પછડાયા છે. આવી ભયંકર રાગદશા છે. એકે એક વસ્તુના સંયોગો અવશ્ય વિયોગ પામનારા જ છે. તો પણ આ જીવ પરિવાર, મિત્રો, સગાંસંબંધીઓ, ધન, ઘર, ભૌતિક સંપત્તિ અને માનપાન જાણે સદા રહેવાનું જ છે. એમ માનીને તેના રાગમાં અંજાયેલો જ રહે છે. તેની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત વસ્તુઓના રક્ષણ માટે અનેક પ્રકારનાં પાપો કરે છે. જે પાપોના કારણે નરક અને નિગોદના ભવમાં ભટકે છે અને ઘણાં ઘણાં મહાદુઃખો પામે છે.
સંથારાપોરિસીમાં કહ્યું છે કે - “સંજોગમૂલા વેણ, પત્તા દુઃખ પરંપરા / તષ્ઠા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિયું
સ્ત્રીને આશ્રયી પરપુરુષનો સંબંધ, પુરુષને આશ્રયી પરસ્ત્રીનો સંબંધ, પારકાના ધનનું અપહરણ આ સઘળાં પાપો રાગના લીધે જ જીવો કરે છે. ઘરઘરમાં કલેશ, કડવાશ, વેરઝેર ઈત્યાદિ ભાવો કોઈને કોઈ વસ્તુના રાગને લીધે જ થાય છે. માટે આ “રાગ” દશા મહાદુઃખદાયી છે. || ૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org