Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
2 છે. અને તેનાથી
કરેલો સીતાનપણે રાગ કરનાર
૧૩૦
અઢાર પાપસ્થાનક બને છે. અને તેનાથી સંયોગ-વિયોગકાલે અનેક કલેશો તથા આપત્તિઓ જ આવે છે. જેમાં રાવણે કરેલો સીતાનો રાગ મૂલથી જ વિનાશનું કારણ બન્યો. વર્તમાન કાળમાં પણ અનુચિતપણે રાગ કરનારા ઘણાં યુગલો આપઘાત કરીને મૃત્યુ પામતાં, ગાડીના પાટા ઉપર ચગદાતા તથા અગ્નિસ્નાન અને જલસ્નાન કરતાં દેખાય છે. દૈનિક પેપરોમાં આવા ઘણા કિસ્સા સંભળાય છે.
તથા પુગલ દ્રવ્યોનો રાગ પણ માયા-માન-કલેશ-કડવાશવેરઝેર કરાવનાર છે. મમ્મણશેઠ વગેરે ધનના રાગમાં, પતંગીયા દીવાની જ્યોતના રાગમાં, માછલું માંસના રાગમાં, અને ભમરો ગંધના રાગમાં અંજાયો છતો મૃત્યુને જ પામ્યો છે. તેથી હે આત્મ! જીવ કે પુગલ, એમ કોઈપણ દ્રવ્ય ઉપર કરેલો રાગ સુખદાયી નથી. પણ દુ:ખદાયી જ છે.માટે રાગ કરવા જેવો નથી.
છતાં જો રાગ કર્યા વિના ન જ રહેવાય તેમ હોય અને રાગ કરવો જ હોય તો સંયમ-ત્યાગ-તપ અને જ્ઞાનાદિ ગુણોના કારણે તેવા પ્રકારના ગુણોવાળા “મુનિવર” પુરુષો પ્રત્યે ગુણાનુરાગ કરજો. (ત્યાં પણ નેહરાગ, દૃષ્ટિરાગ કે કામરાગ કરતા નહીં). કારણ કે આ “મુનિવર પુરુષો” રાગદશાનું ઝેર ઉતારવામાં મણિસ્વરૂપ અદ્ભુત ઔષધ સમાન છે.
જેમ કોઈ વ્યક્તિને સર્પદંશ થયો હોય અને તેનું વિષ શરીરમાં વ્યાપ્યું હોય તો તે ફણિના વિષને ઉતારવામાં મણિ (એક પ્રકારનું વિષનાશક રત્ન) જેમ ઔષધ સમાન છે. તેવી જ રીતે મુનિવર પુરુષો જ્ઞાન-ધ્યાન-ત્યાગ-તપ અને વૈરાગ્યમય પોતાના પવિત્ર જીવન વડે તથા ધર્મોપદેશ દ્વારા રાગીના રાગનો નાશ કરવામાં શ્રેષ્ઠ ઔષધ સમાન છે. તેથી આપણામાં રહેલી આ ભયંકર રાગદશા કેમ જાય ! તે રીતે મુનિવર પુરુષો ઉપર વિવેકપૂર્વક રાગ કરજો. કારણ કે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org