Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૪
અઢાર પાપસ્થાનક
વહોરી જાય છે - પણ સાધુ ઘણો હોશિયાર છે. તેની રૂપ બદલવાની કળા ખરેખર દાદ માગી લે એવી છે. જો આ સાધુ આપણા થઈ જાય તો એના દ્વારા ઘણું ધન કમાવી શકાય. આમ વિચારી નટે પોતાની બે દીકરી કે, જેમના નામ ભુવનસુંદરી તથા જયસુંદરી હતાં. તેઓને સમજાવ્યું કે ગમે તેમ કરી આ મુનિને ભોળવી લો. આવી પોતાના પિતા તરફથી છૂટ મળવાથી નવજવાન બને દિકરીઓએ સાધુ પાછા બીજી વખત આવ્યા ત્યારે હાવભાવ લટકાંમટકાં અને નખરા કરી મુનિને મોહાંધ કર્યા અને કહ્યું, અરે નવજવાન, ઘરેઘરે શું કરવા ભિક્ષા માટે જાઓ છો ? અહીં જ રહી જાઓ. આ જુવાન કાયા તમને સોંપી દેશું. મુનિ ચિત્તથી તો ભ્રષ્ટ થયા જ હતા અને વિષયવિલાસ ભોગવવા તૈયાર થયા. પણ અષાઢાભૂતિએ ગુરુ પાસે જઈ ગુરુ આજ્ઞા લઈ જલદી પાછો આવીશ એમ કહી, ઉપાશ્રય પહોંચી ગુરુને બધી વાત કરી કહ્યું, “ઘરે ઘરે ભિક્ષા માગવાનું મારાથી નહીં બને. આ ચારિત્ર પાળવું હવે મારા માટે મુશ્કેલ છે. બે નાટકણી જોઈ છે, તેના સાથે સંસારના ભોગ ભોગવવા છે. માટે મને રજા આપો. ફક્ત આપની રજા લેવા આવ્યો છું.”
ગુરુજીએ ઘણું સમજાવ્યું, “નારીના મોહમાં આવું અપયશ આપતું કામ તું શું કરવા કરે છે ? આ નારીઓ તને દુર્ગતિમાં નાખશે. તેઓ કુડ-કપટની ખાણ છે.” વગેરે બોધ આપ્યો. પણ મોહાંધ થયેલા અષાઢાભૂતિએ ગુરુજીની વાત ન માની તેમને ઓઘો સુપ્રત કર્યો અને નટને ઘરે આવી બને નટ પુત્રીઓ સાથે લગ્ન કર્યા અને સંસારી બન્યા અને સુંદર નાટકો ભજવવા લાગ્યા.
એકદા રાજસભામાં “રાષ્ટ્રપાલ અને ભરતેશ્વરનો વૈભવ' નાટક ભજવવા ગયા. પણ કોઈ કારણસર રાજાને ખાસ બીજું કામ હોવાથી નાટક બંધ રાખ્યું અને અષાઢાભૂતિ ઘેર પાછા આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org