Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
રાગ નામના દસમાં પાપસ્થાનકની સજઝાય
૧ ૨૫
અષાઢાભૂતિ જલદી પાછા આવવાના નથી એમ જાણવાથી બને સ્ત્રીઓ માંસ-મદિરાનું સેવન કરી ભાન ભૂલીને બિભત્સપણે પલંગમાં સૂતી હતી. મોઢે માખીઓ બણબણ કરતી હતી, કારણ કે અયોગ્ય ભક્ષણને લીધે બન્નેને ઊલટીઓ થઈ ગઈ હતી. આવી દશામાં બન્ને સ્ત્રીઓને જોતાં અષાઢાભૂતિનો આત્મા સળગી ઊઠ્યો અને વિચારવા લાગ્યા : “અરે રે ! આવી સ્ત્રીઓના મોહમાં મેં દીક્ષા છોડી ? ધિક્કાર છે મને. મારે આ સંસાર તજી દેવો જોઈએ.” ફરીથી ગુરુજી પાસે જઈ દીક્ષા અંગીકાર કરવી જ જોઈએ. બને સ્ત્રીઓને પોતાની દીક્ષાની ઈચ્છા કહી જવા પગ ઉપાડ્યા પણ બને સ્ત્રીઓએ છેડો પકડી તેમની ભરણપોષણની જવાબદારી પૂરી કરી પછી જાવ એમ આગ્રહ કર્યો. આથી તેમની વાત સ્વીકારી તેઓ યોગ્ય વખતે રાજસભામાં નાટક કરવા ગયા.
૫૦૦ રાજકુમારો સાથે તેમણે ભરતેશ્વરનું નાટક આબેહૂબ ભજવવા માંડ્યું, નાટકમાં એકાકાર થઈ ગયા અને ભરત મહારાજાની જેમ આરીસા ભવનમાં વીંટી સરી પડતાં અનિત્ય ભાવનામાં ચઢ્યા અને નટરૂપે જ આષાઢભૂતિ ૫૦૦ રાજકુમારો સાથે જાણે કે કેવળજ્ઞાન થઈ ગયું હોય તેમ અભિનય કરી ગુરુ પાસે આવ્યા. સસરાને રાજા પાસેથી ધન અપાવ્યું અને આષાઢાભૂતિ પાછા ગુરુ પાસે આવી ચારિત્ર લઈ આકરાં વ્રત પાળી પાપ આલોઈ, અણસણ કરી કાળક્રમે મોક્ષમાં સિધાવ્યા. / ૬ / બાવીસ જિન પણ રહી ઘરવાસે રે,
વરત્યા પૂરવ રાગ-અભ્યાસે રે ! વજબંધ પણ જસ બર્લી ત્રુટે રે,
નેહતંતુથી તેહ ન છૂટે રે ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org