Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૬
અઢાર પાપસ્થાનક
શબ્દાર્થ - સદાગમ - યથાર્થ એવા આગમશાસ્ત્રોને, વશ હુઈ જાયે - પરવશ થઈને રહેશે, તે - તે મનુષ્યો, અપ્રમત્તતા શિખરે - અપ્રમાદવાળી અવસ્થાના શિખર ઉપર, વાયે - વશસે, ચરણઘરમગૃપ - ચારિત્રરૂપી ધર્મરાજા, રીલવિવેકે - અને વિવેકરૂપી પર્વત હોતે છતે, તેહમ્મુ - તે મોહરાજાદિથી સગી જીવ પોતાની, ન ચલે - ચલિત થતો નથી, ટેકે - કોઈ પણ ટેકમાંથી, કોઈપણ નિયમમાંથી. II 3 |
ગાથાર્થ - જે મનુષ્ય સાચા, યથાર્થ એવા વીતરાગપ્રણીત આગમ શાસ્ત્રોને પરવશ થઈ જશે, તે મનુષ્યો અપ્રમાદાવસ્થાના શિખર ઉપર જઈને વશશે, તથા ચાઝિરૂપી ધર્મરાજા અને વિવેકરૂપી પર્વતનું રક્ષણ મળવાથી તે મોહરાજાદિથી રાગી એવો આ જીવ પોતાની ટેકથી ચલિત થતો નથી. આ ૩ I
વિવેચન - મોહરૂપી કેસરીસિંહ મોટો મહારાજા છે. તે મોટો મહારાજા હોવા છતાં તથા વિષયાભિલાષારૂપી મંત્રી અને ઈન્દ્રિયોરૂપી તેનો પરિવાર હોવા છતાં પણ જે આત્માઓ “સદાગમ” એટલે ઉત્તમ શાસ્ત્રોના અભ્યાસને પરવશ થશે, તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં લીન થશે, નિરંતર સદાગમોના પઠન-પાઠનમાં લયલીન રહેશે અને તેના કારણે અપ્રમાદ દશાના શિખર ઉપર સ્થિર થશે તેવા આત્માઓ ચારિત્રરૂપી ધર્મરાજાનું અને વિવેકરૂપી પર્વતનું બળ મળવાથી મોહરાજાદિથી જરા પણ ડરતા નથી અને પોતાની ટેકથી ચલિત થતા નથી.
જીવને ફસાવનાર મોહરાજા, વિષયાભિલાષ અને પાંચ ઈન્દ્રિયો શત્રુની જેમ કામ કરે છે. છતાં પણ સન્શાસ્ત્રોનો અભ્યાસ તથા અપ્રમાદાવસ્થાની પ્રાપ્તિ થવાથી ચારિત્રરૂપી ધર્મરાજાનું અને વિવેકદશાની જાગૃતિરૂપી પર્વતની આડ પ્રાપ્ત થવારૂપ બળ મળવાથી રાગી એવો આ જીવ તેહયું = તે મોહરાજાદિ શત્રુઓથી જરા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org