Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
રાગ નામના દસમા પાપસ્થાનકની સજ્ઝાય
તપ બલે છૂટા તરણું તાણી રે, કંચન કોડી આષાઢાભૂતિ નાણી રે ।
નંદિષેણ પણ રાગે નડિયા રે, શ્રુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે ॥ ૬ ॥
શબ્દાર્થ તપશ્ચર્યા કરવા દ્વારા મેળવેલી તપ બલે લબ્ધિના બળથી, છૂટા - છોડ્યા, વરસાવ્યા, તરણું તાણી - ઝાડનું એક પાંદડું ખેંચીને, કંચન કોડી - કરોડો સોનૈયા, નાણી જ્ઞાની એવા, રાગે નડિયા રાગદશામાં ફસાયા, શ્રુતનિધિ - શાસ્ત્રજ્ઞાનના ભંડાર હોવા છતાં, 1॥ ૬ ||
-
૧૨૧
B
Jain Education International
ગાથાર્થ - શ્રુતનિધિ એવા નંદિષેણ મુનિ પણ રાગને વશ થયા છતા વેશ્યામાં આસક્ત થયા અને ઝાડ ઉપરનું એક તૃણ તાણીને તપના બલે કરોડો સોનૈયાને વરસાવનારા બન્યા. એવી જ રીતે જ્ઞાની એવા આષાઢાભૂતિ મુનિ પણ (મોદકના) રાગમાં ફસાયા. જેથી નટવીના રાગમાં પણ ફસાયા. ॥ ૬ ॥
w
વિવેચન - રાગદશા કેવી ભયંકર વસ્તુ છે ? મુનિદશામાં પહોંચેલા અને તપસ્વી તથા મહાજ્ઞાની બનેલા આત્માઓને પણ આ રાગદશા પછાડે છે. આ બાબત ઉપર એક આષાઢાભૂતિનું અને બીજુ નંદિષણ મુનિનું ઉદાહરણ ટાંકતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - નંદીષેણ મુનિની કથા
રાજગૃહી નગરીના શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ, એક દિવસ મહાવીર પ્રભુની દેશના સાંભળી વૈરાગ્યની ભાવના થઈ, દીક્ષા આપવા પ્રભુને વિનંતી કરી. ભગવાન મહાવીરે તેમને થોભી જવા કહ્યું - હજુ તારે સંસારના ભોગ ભોગવવાવાળાં કર્મો બાકી છે. પણ તીવ્ર વૈરાગ્યનો રંગ લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા લીધી.
For Private & Personal Use Only
www.jainelibrary.org