Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦ર
અઢાર પાપસ્થાનક
ઘણા લોકો લોભનો અર્થ “માત્ર ધનની કરકસર” આટલો જ કરે છે તેથી પોતાનામાં પોતાને લોભ દેખાતો જ નથી. બીજામાં જ લોભ દેખાય છે કારણ કે ગમે તેટલું પોતાની પાસે ધન હોય તો પણ દરેકને પોતાનું ધન ઓછું જ દેખાય છે અને બીજાનું જ ધન વધારે દેખાય છે તેથી પોતાને પોતાનું ધન ઘણું જ અલ્પ દેખાવાથી નિર્લોભી અને બીજા બહુધની હોવાથી તેઓની સામે પોતે પોતાની જાતને નિર્લોભી જ દેખે છે અને બીજાની જાતને જ લોભી દેખે છે. જગતમાં દરેક જીવોને “લક્ષ્મી બીજાની વધારે દેખાય છે અને સરસ્વતી પોતાની વધારે દેખાય છે” માટે લોભનો અર્થ “ધનની કરકસર” એટલો જ કરે છે. પરંતુ આવો અર્થ ન કરતાં, ઈચ્છા, મમતા, મૂછ, આસક્તિ એ સઘળો લોભ છે આવો અર્થ કરવો. જેથી પોતાની જાતમાં પણ લોભ દેખાય.
તેથી કોઈ પણ વસ્તુ મેળવવાની જે ઈચ્છા થઈ તે લોભ કહેવાય છે. ઈચ્છા થવાથી તેને મેળવવા કપટ કરવું તે માયા કહેવાય છે. માયા સફળ થાય તો માન આવે છે. અને માયા નિષ્ફળ જાય તો ક્રોધ આવે છે આ રીતે લોભ (ઈચ્છા) થવાથી જ માયા-માન અને ક્રોધ જન્મે છે તેથી માયા આદિ ત્રણે કષાયોનો જન્મ આપનાર જો કોઈ હોય તો લોભ જ છે અને જન્મ આપનારને સંસારમાં બાપ કહેવાય છે માટે જ લોભને “પાપોનો બાપ” પાપોનો જનક કહેલો છે ૧ છે. જીરે મારે, સુણીએ બહુ લોભાંધ, ચક્રવતી હરિની કથા,
જીરે જી. જીરે મારે, પામ્યા કટુકવિપાક, પીવત રક્ત જલો યથા
જીરે જી ૨ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org