Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૮
અઢાર પાપસ્થાનક
શબ્દાર્થ - અવગાહી શકે - પાર પામી શકે, તે પણ - તે મનુષ્ય પણ, લોભસમુદ્ર - લોભરૂપી સમુદ્રનો, બલ થકે - પોતાના બલથી. |૬ |
ગાથાર્થ - કોઈ મનુષ્ય કદાચ સ્વયંભૂ રમણ સમુદ્રનો પાર પામી શકે પરંતુ તે મનુષ્ય પણ પોતાના બલથી લોભરૂપી સમુદ્રનો પાર પામી શકતો નથી. II દ II
વિવેચન - જંબુદ્રીપને ફરતો લવણ સમુદ્ર બે લાખ યોજનનો છે. તેની ચારે બાજુ ઘાતકી ખંડ, કાલોદધિસમુદ્ર, પુષ્કરવરદ્વીપ પુષ્કરવરસમુદ્ર ઈત્યાદિ ડબલ ડબલ માપના અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રો છે. તેમાંનો છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. વિચાર કરો કે ડબલ ડબલ માપના અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો ગયા પછી “સ્વયંભૂરમણ” સમુદ્ર આવે છે તો તે સમુદ્ર બમણા માપ પ્રમાણે કેટલો મોટો અતિશય ઘણા વિસ્તારવાળો હશે ?
આવા પ્રકારના આટલા મોટા સ્વયંભૂરમણ સમુદ્રનો પોતાની બે ભૂજાના બળે જ તરવા દ્વારા પાર પામવો સર્વથા અશક્ય જ છે. છતાં કલ્પના કરો કે કદાચ કોઈ મનુષ્ય આવા સમુદ્રનો પોતાની ભૂજાના બળે તરવા દ્વારા આ છેડાથી પેલા છેડે પાર પામે, આ અશક્ય કાર્યપણ કદાચ શક્ય બને, તો પણ તે આત્મા! મનુષ્ય લોભરૂપી સમુદ્રનો પાર પામી શક્તો નથી. તે તો વધતો જ જાય છે. આમ સમજીને પણ હે આત્મા ! લોભથી તું વિરામ પામ. | ૬ || જીરે મારે, કોઈક લોભને હેત, તપ-શ્રુત હારે જડા.
જીરે જી. જી રે મારે, કાગ ઉડાવણ હેત, સુરમણિ નાખે તે ખડા.
જી રે જી ૭ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org