Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
લોભ નામના નવમા પાપસ્થાનકની સજ્ઝાય
શબ્દાર્થ લોભને હેત લોભને કારણે, જડા
મુર્ખ
મનુષ્યો, કાગ - કાગડાને, ઉડાવણ - ઉડાડવા માટે, સુરમણિ - રત્નમણિ, ખડા ઉભા ઉભા. || ૭ ||
-
-
-
Jain Education International
ગાથાર્થ - કોઈક મુર્ખ મનુષ્યો લોભના કારણે આચરેલાં ધર્માનુષ્ઠાનો રૂપ તપશ્ચર્યા અને શ્રુતજ્ઞાન આદિ હારી જાય છે. જેમ કાગડાને ઉડાડવાની ખાતર ઉભા ઉભા મનુષ્યો રત્નમણિ નાખે છે તેમ. II ૭ II
૧૦૯
વિવેચન - કેટલાક મનુષ્યો અજ્ઞાનદશાના કારણે તત્ત્વ ન સમજતાં કરેલી તપશ્ચર્યા, પ્રાપ્ત કરેલું શ્રુતજ્ઞાન અને સંયમ આદિ ઉત્તમ ધર્મકાર્ય લોભ કરીને હારી જાય છે. તે વાત સમજાવતાં કહે છે કે તપ, શ્રુતજ્ઞાન, સંયમ, દાન, શીયળ ઈત્યાદિ ધર્મ અનુષ્ઠાનો કર્મ ક્ષય કરાવીને આ જીવને જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત કરાવનાર છે. આ ધર્મ અનુષ્ઠાન કરનારો આ જ જીવ કર્મોનો ક્ષય કરીને અનંતકાલ સુખી થાય તેવી મુક્તિ પામનારો બની શકે છે. પરંતુ તત્ત્વજ્ઞાન ન હોવાથી અજ્ઞાનદશાના કારણે આવા પ્રકારની અનંત સુખમય મુક્તિને આપનારાં ધર્મ અનુષ્ઠાનો કરતાં કરતાં અથવા કરીને પણ લોભના કારણે તેના ફળરૂપે ધન-સંપત્તિ, સાંસારિક સુખો અને વૈભવ જ માત્ર માગતા હોય છે. જે અલ્પકાલીન સુખ આપનારા બને છે અને ઘણી વિપત્તિઓથી ભરેલું છે. આ રીતે ઘણું ફળ આપનારાં ઉત્તમ અનુષ્ઠાનો કરીને આ જીવ અજ્ઞાનદશાના કારણે લોભને વશ થયો છતો અત્યંત તુચ્છ ફળ માગે છે તે તેની નરી જડતા-મૂર્ખતા જ છે.
આ બાબત ઉપર એક દૃષ્ટાન્ત આપે છે કે જે લાખો કરોડોની કિંમતનો રત્નમણિ છે જે દેવોને જ મળે છે. તે રત્નર્માણ ધારો કે કોઈ મનુષ્યને મળી ગયો હોય, તો બહુ જ સાચવીને રાખવો
For Private & Personal Use Only
-
www.jainelibrary.org