Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
રાગ નામના દસમા પાપસ્થાનકની સઝાય
૧૧૩
નાચ નાચ્યા છે. આપણને આશ્ચર્ય થાય કે આવા મહાત્મા પુરુષો આવાં કામો શું કરે ? અર્થાત્ આવા લફરામાં શું ફસાય ? અર્થાત્ ન જ ફસાય, તેઓ પણ ફસાયેલા છે.
બ્રહ્માની પુત્રી સરસ્વતીજી છે. યૌવનાવસ્થા પામતાં બ્રહ્માજી જ સરસ્વતીમાં મહાન્ધ થયા. સરસ્વતી સાથે અનુચિત કાર્ય કરવા લાગ્યા. સરસ્વતીજી ગુસ્સે થયાં. અને શ્રાપ આપ્યો કે તમે મહાત્મા હોવા છતાં આવાં કામો કરો છો, તેથી તમારું મંદિર નહીં હોય, તેથી લક્ષ્મી-વિષ્ણુનાં મંદિરો છે. શંકર-પાર્વતીનાં મંદિરો છે પણ બ્રહ્માનાં મંદિરો ક્યાંય નથી.
શંકરનાં પત્ની પાર્વતીજી. તે પ્રજાપતિની (બ્રહ્માની) પુત્રી છે. એક વખત બ્રહ્માજીએ મોટો યજ્ઞ માંડ્યો. પણ તેમના જમાઈ શંકરની સાથે નારાજગી હતી. તેથી યજ્ઞમાં આવવાનું આમંત્રણ ન મોકલ્યું. તિરસ્કાર કર્યો. પાર્વતીજી હઠાગ્રહથી ગયાં. પાર્વતીજીની હાજરીમાં જ બ્રહ્માએ શંકરજીની ઘણી નિંદા કરી. તેથી માઠું લાગવાથી પાર્વતીજી અગ્નિકુંડમાં પડ્યાં. શંકરજીને ખબર પડી. તેઓ પાર્વતીજીના બળેલા શરીરને ખભા ઉપર લઈને ઘણો સમય સંસારમાં ભટક્યા.
| વિષ્ણુ પોતે જ કૃષ્ણરૂપે એક અવતારમાં જન્મ્યા. વિષ્ણુની પત્ની લક્ષ્મી વિગેરે કૃષ્ણના ભવમાં ગોપીઓ થઈ. પૂર્વના રાગદશાના અભ્યાસે કૃષ્ણ ગોપીઓના વસ્ત્રોનું અપહરણ કરતા હતા. સ્ત્રિયોની સાથે ઘણી રમત-ગમત તથા હાસ્યવિનોદની ક્રિયા કરતા હતા. ઉપર પ્રમાણે હરિ, હર અને બ્રહ્માની રાગની ચેષ્ટાઓ જાણવી.
જમદગ્નિ ઋષિ રેણુકાના પ્રેમમાં અને રામચંદ્રજી સીતાના રાગમાં અંજાયેલા હતા, તે જીવો શબ્દોથી અકથ્ય ભાવો ભજનારા, વિવિધ નાચ નાચનારા, બુદ્ધિમાં પણ ન બેસે તેવાં મોહનાં કામકાજ કરનારા બન્યા છે. | ૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org