Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
લોભ નામના નવમા પાપસ્થાનકની સઝાય
૧૦૭
માટેનું કોડીયું પ્રારંભમાં એટલે કે નીચેની બેઠકની જગ્યાએ નાનું હોય છે. પણ આગળ આગળ તે વધતું વધતું ઘણું જ પહોળું થાય છે તેમ લોભ પણ પ્રારંભમાં ૧૦૦/૨૦૦ જેટલો જ હોય છે. પરંતુ જેમ જેમ પ્રાપ્તિ થાય છે તેમ તેમ તે લોભ વધે છે. ૧૦૦ મળે એટલે ૧000 ઈચ્છ, ૧000 મળે એટલે લાખ ઇચ્છ, લાખ મળે એટલે કરોડ ઇચ્છે, કરોડ મળે એટલે રાજઋદ્ધિ ઇચ્છ, રાજઋદ્ધિ મળે, એટલે ચક્રવતીપણું ઇચ્છ, ચક્રવતીપણું મળે એટલે દેવભવ ઈચ્છે અને દેવભવ મળે ત્યારે આ જીવ દેવેન્દ્રપણું ઈચ્છે છે. સંપત્તિનો આ લોભ ક્યારેય અટકતો નથી વણથંભ્યો જ રહે છે તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને ઇચ્છાને આકાશની જેમ અનંતી કહી છે અને હકીકતથી ઈચ્છા (લાભ) તેવી જ છે. માટે હે જીવ! તું કંઈક વિરામ પામ / ૫ //
આ વિષયને સમજાવતા યોગશાસ્ત્રના શ્લોકો આ પ્રમાણે છેधनहीनः शतमेकं, सहस्त्रं शतवानपि । सहस्त्राधिपतिर्लक्षं, कोटिं लक्षेश्वरोऽपि च ॥१९॥ कोटीश्वरो नरेन्द्रत्वं, नरेन्द्रश्वक्रवर्तिताम् ।। चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥२०॥ इन्द्रत्वेऽपि संप्राप्ते, यदिच्छा न निवर्तते ।
मूले लघीयांस्तल्लोभः, शराव इव वर्धते ॥२१॥ જીરે મારે, સ્વયંભૂરમણ સમુદ્ર, કોઈ જે અવગાહી શકે
જીરે જી. જીરે મારે, તે પણ લોભ સમુદ્ર, પાર ન પામે બલ થકે
જીરે જી || ૬ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org