Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦.
અઢાર પાપસ્થાનક
પકડી ચાલનારા દેવો રોષાયમાન થયા અને જે તમારા સત્યના પ્રભાવથી આકર્ષાઈને અમે તમારું આસન અદ્ધર રાખીએ છીએ એ જ તમે આવું જૂઠું બોલો છો? તમારું વ્રત-નિયમ ક્યાં રહ્યા ? એમ કહીને દેવો ઘણા ગુસ્સે થયા અને અદ્ધર ચાલતું તેનું આસન ધરતી ઉપર થઈ ગયું. અદ્ધર આકાશમાં આસન ઉપર બેસનાર તે રાજા વ્રતભંગના કારણે પૃથ્વીતલ ઉપર ચાલનારા બની ગયા. તેની સંક્ષેપમાં કથા આ પ્રમાણે છે
“વસુ” નામનો આ મહારાજા એક વખત ભૂતકાળમાં બહુ જ “સત્યવાદી” તરીકે પ્રસિદ્ધ હતો. તેને પોતાની સાથે ભણનારાસહાધ્યાયી એવા બે પરમમિત્ર હતા. (૧) નારદ, અને (૨) પોતાના ગુરુનો પુત્ર પર્વત. આ ત્રણે એક જ ગુરુની પાસે એક જ વર્ગમાં સાથે ભણતા હતા. ધીમે ધીમે મોટા થતાં “વસુ” એ રાજા બન્યો. ગુરુપુત્ર “પર્વત” તાપસીના આશ્રમનો કુલપતિ બન્યો. તે બાલ તાપસીને પિતાની જેમ ભણાવતો હતો. તે જ કાલે “નારદ” તેને મળવા માટે ત્યાં આવ્યા. ગુરુપુત્ર પર્વત ભણાવતો હતો તેમાં “મન શબ્દ આવ્યો. તેણે મન નો અર્થ બકરો કર્યો અને વિદ્યાર્થીઓને કહ્યું કે યજ્ઞકુંડમાં હોમ કરતી વખતે મા-બકરાને મારીને તેનો હોમ-હવન કરવો. તેમ કરવાથી સ્વર્ગ રાજ્ય આદિની સંપત્તિ મળે છે. આ સાંભળીને વિદ્યાર્થીઓમાં ખળભળાટ થયો, માંહોમાંહે જોવા લાગ્યા. આકુળ-વ્યાકુળ થયા. આવો હિંસામય અર્થ દરેકના મનમાં બેઠો નહીં.
પાસે બેઠેલા ચતુર નારદ સમજી ગયા. તેમણે કહ્યું કે અહીં મન-શબ્દનો અર્થ જેમાંથી ફરી અનાજ ઉગે નહીં તેવું ધાન્ય અર્થાત્ ફોતરાં વિનાની જાની ડાંગર, નિર્બીજ ધાન્ય, એવો અર્થ કરવાનો છે અને આપણને ભણાવતી વેળાએ ગુરુજીએ પણ આ જ અર્થ સમજાવેલો છે અને તે બરાબર યાદ છે. નારદે ફરીથી પણ કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org