Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૬
ગાથાર્થ - ધનસંપત્તિ આદિ નવવિધ પરિગ્રહના મદના ભારેપણાને લીધે જીવ, ભવમાં (સંસાર-સાગરમાં) અત્યંત ડૂબે છે જેમ ઘણા ભારથી દબાયેલું વહાણ સાગરમાં ડૂબે છે તેમ II ૩ II વિવેચન - સમુદ્રમાં ચાલતું વહાણ જો પોતાની મર્યાદા કરતાં વધારે ભારથી ભરેલું હોય તો ભારાક્રાન્ત-ભારથી દબાયેલું થયેલું તે વહાણ જેમ સમુદ્રમાં ગમે ત્યાં ડૂબી જાય છે તેવી જ રીતે આઠ જાતના મદમાંથી નવવિવધ પરિગ્રહના મદનો જે મોટો ગુરુ-ભાર છે. ગુરુત્વેન = તેના ભારેપણાને લીધે આ જીવ સંસારસાગરમાં ડુબે છે. અથવા ગુરુ = ભારેપણાને અન્નને-આધીન થયેલો આ જીવ પણ સંસારરૂપી સાગરમાં ડૂબે જ છે. માટે હે આત્મા ! આ પરિગ્રહ કે તેનો મદ, કંઈ જ રાખવા જેવું નથી. પરિગ્રહ પણ ઓછો કર અને તેનો મદ પણ ઓછો કર, ગજા ઉપરાંતનો પરિગ્રહ ન રાખ ॥૩॥
જ્ઞાન-ધ્યાન-હય-ગયવરે, તપ-જપ-શ્રુત-પરિતંત, સલૂણે । છોડી પ્રશમ પ્રભુતા લહી, મુનિ પણ પરિગ્રહ વંત, સલૂણે પરિગ્રહ મમતા પરિહરો || ૪ ||
-
અઢાર પાપસ્થાનક
શબ્દાર્થ - જ્ઞાન-ધ્યાન - જ્ઞાન અને ધ્યાનરૂપી, હય-ગયવરે
ઘોડા અને શ્રેષ્ઠ હાથી, શ્રુતપરિતંત - શ્રુતજ્ઞાન-શાસ્ત્રાભ્યાસને
પરતંત્ર, છોડી પ્રશમ - ઉપશમભાવને છોડીને, પ્રભુતા લહે - ભૌતિક મોટાઈ મેળવે છે. પરિગ્રહવંત - પરિગ્રહવાળા. || ૪ ||
w
ગાથાર્થ - જ્ઞાન-ધ્યાન રૂપી ઘોડા હાથીવાળા, અને તપ
(૧) કોઈ કોઈ પુસ્તકોમાં “છોડી પ્રથમ પ્રભુતા લહી” આવો પણ પાઠ છે ત્યાં “મુનિ પણ જો પરિગ્રહવાળા બને તો તે બાહ્યભાવની મોટાઈ મેળવે છે. પણ પ્રથમ મેળવેલ આત્મસાધના છોડી દે છે. આવો અર્થ કરવો. ભાવાર્થ સરખો જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org