Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય
જપ તથા શાસ્ત્રાભ્યાસમાં લયલીન એવા પણ મુનિ જો પરિગ્રહવાળા બને તો દુનિયામાં કદાચ મોટાઈ પામે છે પરંતુ આત્મકલ્યાણ કરનારી ઉપશમદશાને તો છોડી દેનારા જ બને છે. ॥ ૪ ॥
વિવેચન- મુનિરાજને “રાજા” ની ઉપમા આપવામાં આવી છે એટલે જ “મહારાજ" સાહેબ કહેવાય છે. જૂના જમાનામાં રાજાને ઘોડા અને હાથીઓ હતા, જ્યારે મુનિરાજ પાસે જ્ઞાન અને ધ્યાન હતું. એટલે કે જ્ઞાન અને ધ્યાનરૂપી ઘોડા અને હાથીવાળા મુનિ મહારાજા હોય છે તથા તપશ્ચર્યા મંત્રજાપ અને શાસ્ત્રાભ્યાસને પરતંત્ર મુનિમહારાજા હોય છે. અર્થાત્ મુનિઓ સદાકાળ તપમાં, જાપમાં અને શાસ્ત્રાભ્યાસમાં ઓતપ્રોત હોય છે. આવા ગુણોમાં જ લયલીન હોય છે. આમ છતાં આવા ઉંચા પદે બીરાજમાન એવા અર્થાત્ પ્રભુતાને પામેલા એવા મુનિ પણ જો પરિગ્રહવાળા બને છે તો આત્માનું કલ્યાણ કરનારા એવા “ઉપશમભાવને” છોડનારા બને છે. કદાચ દુનિયામાં બાહ્યભાવની દૃષ્ટિએ પ્રભુતા પામે પણ આંતરિક દૃષ્ટિએ આવા મુનિ મહારાજા આત્મકલ્યાણને કરનારા ઉપશમ ભાવને તજનારા હારી જનારા બને છે. ઉપશમભાવ રહિત બને છે.
પરિગ્રહની પ્રાપ્તિમાં, તેના સંરક્ષણમાં, અને તેની જ વૃદ્ધિમાં રચ્યા પચ્યા રહેલા આ મુનિવર પુરુષો સંસારમાં ડૂબે છે. પરિગ્રહનું પાપ એવું છે કે તે મુનિને પણ ચલિત કરે છે. જે કોઈ આ વિષયમાં લપટાય છે. તે અવશ્ય ઉપશમભાવ સ્થિરતા' ગુમાવે
જ. | ૪ ||
૫૭
Jain Education International
*****
પરિગ્રહ-ગ્રહવશે લિંગિયા, લે કુમિત રજ સીસ, સલૂણે । જિમ તિમ જગિ લગતા ફિરે, ઉનમત્ત હુઈ નિસદીસ, સલૂણે પરિગ્રહ મમતા પરિહરો || ૫ |
For Private & Personal Use Only
www.jainelibrary.org