Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૧
પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજઝાય
तृप्तो न पुत्रैः सगरः, कूचिकर्णो न गोधनैः । न धान्यैस्तिलकश्रेष्ठी, न नन्दः कनकोत्करैः ।।
બીજો પ્રકાશ-શ્લોક ૧૧૨ સગર ચક્રવર્તીની કથા અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામનો રાજા અને સુમિત્ર નામનો યુવરાજ બંને પૃથ્વીનું રક્ષણ કરતા હતા. જિતશત્રુ રાજાને અજિતસ્વામી તીર્થકર પુત્ર હતા અને મહાભૂજાવાળા સુમિત્રને સગર ચક્રવર્તી નામના પુત્ર હતા. જિતશત્રુ અને સુમિત્ર બન્નેએ દીક્ષા અંગીકાર કરી ત્યાર પછી અજિતસ્વામી રાજા થયા અને સગર યુવરાજ થયો. કેટલોક કાળ ગયા પછી અજિતસ્વામીએ દીક્ષા લીધી અને ભારતની માફક હવે સગર ચક્રવર્તી રાજા થયો. આશ્રય કરનારા મુસાફરના થાકને દૂર કરનાર મહાવૃક્ષની શાખાઓની માફક તે ચક્રવર્તીને સાઠ હજાર પુત્રો હતા, સગરના સર્વ પુત્રોમાં જહુ નામના મોટા પુત્રે એક વખત પિતાને ગમે તે કારણે સંતોષ પમાડી વરદાન પ્રાપ્ત કર્યું અને વરદાનથી ચક્રવર્તીના દંડાદિક રત્નો સાથે પોતાના બાંધવો સહિત પૃથ્વીના પર્યટન કરવાની ઇચ્છા જહૂનકુમારે પ્રગટ કરી. સગરે પણ તે રત્નો આપ્યાં પિતાની રજા મેળવી તેઓએ ત્યાંથી પ્રયાણ શરૂ કર્યું. તેઓ સૂર્યથી પણ અધિક તેજસ્વી હજારો છત્ર મંડળવાળી મહાત્રદ્ધિથી, મહાભક્તિથી દરેક જિનચૈત્યોની પૂજા કરતા કરતા અને વિચરતા વિચરતા અનુક્રમે અષ્ટાપદ પર્વત પાસે આવ્યા. આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળા એવા તે પર્વત ઉપર પોતાના બંધુઓ અને પરિમિત પરિવાર સાથે જનુએ આરોહણ કર્યું. તેના ઉપર એક યોજન લાંબું, અર્ધ યોજન પહોળું, ત્રણ ગાઉ ઉંચું અને ચાર દ્વારવાળું ચિત્ય હતું, તેમાં પ્રવેશ કર્યો. તે ચૈત્યમાં વર્તમાન ચોવીશીમાં થયેલા
ઋષભાદિક ચોવીશે અરિહંતોના તેઓના પોત-પોતાના સંસ્થાન-પ્રમાણ વર્ણવાળા બિંબો સ્થાપન કરેલાં હતાં, તેની ક્રમસર પૂજા કરી. ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org