Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અઢાર પાપસ્થાનક
ડાઓનો વધાર અનાજના ભજિત જાણનારે તેને સર્વ
કરોડો કીડાઓનો વધ પણ ગણકારતો ન હતો, તેમજ પંચેન્દ્રિય જાનવરો અને મનુષ્યોના ઉપર અનાજના ભાર ઉપાડવાની પીડા થાય તો પણ તેને દયા આવતી ન હતી. કોઈ નિમિત્ત જાણનારે તેને કહ્યું કે, “આવતા વર્ષે દુકાળ પડવાનો છે.” એટલે તેણે પોતાના સર્વ ધનથી ધાન્ય ખરીદ કર્યું, તો પણ તેને સંતોષ ન થયો, એટલે વ્યાજે દ્રવ્ય ઉછીનું લઈને અનેક પ્રકારનું ધાન્ય ખરીદ કરી સંગ્રહ કર્યો.
સ્થાનના અભાવમાં ઘરમાં પણ ધાન્ય નાખ્યું. “લોભી માણસ શું ન કરે ?” ખાવા-પીવામાં ઉદાસીનતાવાળો અને જગતનો શત્રુ આ દુકાળની મિત્રની જેમ ઇચ્છા કરતો હંમેશા તેની રાહ જોયા કરતો હતો. વર્ષાકાળની શરૂઆતમાં પણ વરસાદ તેના હૃદયને ચીરતો હોય તેમ મોટી ધારા વડે ચારે દિશામાં વરસ્યો. તેના મનમાં સંતાપ થયો કે પોતે સંગ્રહેલાં ઘઉં, ચોખા, ચણા, મકાઈ, અડદ, તલ તથા બીજાં ધાન્ય વિનાશ પામી જશે અત્યારે મારા હાથમાંથી ચાલ્યાં જશે.” એમ હાય હાય કરતો અતૃપ્ત થયો થકો હૃદય ફાટી જવાથી મરણ પામી નરકે ગયો આ પ્રમાણે તિલક શેઠની કથા.
નંદ રાજાની કથા પૂર્વકાલમાં અતિમનોહર ઈન્દ્રનગરીનું અનુકરણ કરતું હોય તેવું પાટલીપુત્ર નામનું શ્રેષ્ઠ નગર હતું. ત્યાં શત્રુવર્ગને સ્વાધીન કરવામાં ઇન્દ્ર જેવો ત્રણ ખંડનો સ્વામી નંદ નામનો રાજા હતો. તેણે
જ્યાં કર ન હતા, ત્યાં કરી નાખ્યા. કર હતા, ત્યાં મોટા કર કર્યા અને મોટા કર હતા, ત્યાં થોડો વધારો કરી રાજ્યની આવક વધારી. તે ગમે તે કોઈક દોષ ઊભા કરીને ધનિકોનું ધન પડાવી લેતો હતો. રાજાઓના છિદ્રો શોધીને ન્યાયમાં આમ ચલાવી ન લેવાય.' એમ કહીને તેમની પાસેથી પણ ધન ગ્રહણ કરતો હતો. “જળનું પાત્ર જેમ સમુદ્ર છે, તેમ અર્થનું પાત્ર રાજા છે, પણ બીજા નથી' એમ બોલતો તે કૃપા વગરનો બની સર્વ ઉપાયથી લોકો પાસેથી ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org