Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૮
અઢાર પાપસ્થાનક
ભરેલો હોય છે જેમ મોટા વૃક્ષને અનેક શાખાઓ હોય છે તેમ ક્રોધી માણસમાં જુઠું બોલવું, આક્ષેપો કરવા, વ્યંગવચનો બોલવા આવા અનેક દોષારૂપી અનેક શાખાઓ હોય છે માટે હે જીવ ! ક્રોધ ત્યજવા જેવો છે. | ૭ | કુરગડુ ચઉ તપકર, ચરિત સુણી શમ આણો રે / ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણો રે IIટા
શબ્દાર્થ - કુગડુ - તે નામના એક મહર્ષિ, ચઉ - ચાર વ્યક્તિ, તપાસ - તપશ્ચર્યા કરનારા, શમ આણો - ઉપશમભાવ લાવો, પ્રવચને - જૈન શાસનમાં, એ પ્રમાણો - આ જ વચન પ્રમાણભૂત છે II & II
ગાથાર્થ - કુડુ નામના મહર્ષિ અને તપશ્ચર્યા કરનારા બીજા ચાર મુનિ મહારાજાઓનાં ચઝિ સાંભળીને ઉપશમભાવ લાવો, કારણ કે જૈન પ્રવચનમાં “ઉપશમભાવ” એ જ સારભૂત તત્ત્વ કહેલું છે અને જિનેશ્વર પરમાત્માનું આ વચન જ પ્રમાણભૂત છે અને સારા યશને આપનારૂં છે I & II
વિવેચન - મહાવીર પ્રભુના શાસનમાં કુરગડુ ઋષિની વાર્તા ઘણી જ જાણીતી છે. “ર-ભાત-ભોજન, અને ગગાડવો ભરીને” ગાડવો (ઘડો) ભરીને ભોજન દરરોજ જોઈએ જેને, તેનું નામ કુરગડુ ઋષિ. આવા એક ઋષિમુનિ થયા કે જેને પ્રતિદિન ગાડવો ભરીને ભોજન જોઈતું હતું. એક પણ દિવસ ઓછા ભોજનથી ચાલતું નહીં. તેથી ઉપવાસાદિ તપ કરવાની વાત તો રહેતી જ નથી. પછી નાનો તપ પણ તેઓ કરી શક્તા ન હતા. તથા તે જ સમુદાયમાં બીજા ચાર મુનિઓ ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરનારા પણ હતા. તેથી તે તપસ્વી મુનિઓ હંમેશાં આ કુરગડુ ત્રઢષિને તપ કરવા અને આહાર છોડવા સમજાવતા. પ્રતિદિન સમજાવવા છતાં આ કુરગડુ શ્રષિ કંઈ તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org